કોંગ્રેસ કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાના પતિની ધરપકડ

0
22
Share
Share

રાજકોટ,તા.૨૦
અત્યારે વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો હોવાની અનેક ફરિયાદો પોલીસને મળતી રહે છે. વ્યાજખોરો સામે પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ મળતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી. આરોપીએ શહેરના એક વ્યક્તિને પાંચ ટકા માસિક વ્યાજ લેખે ૫ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, વ્યાજ ભરપાઈ ન કરતા આરોપીએ બળજબરી ફ્લેટનો કબજો લેવાની કોશિશ કરી હતી. જેના પગલે પીડિતે આરોપી સામે રાજકોટ પોલીસમાં ફરિયાદ કરી હતી. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેર પોલીસ દ્વારા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિની ધરપકડકરવામાં આવી છે. વોર્ડ નંબર ૧૮ ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાના પતિ મયુર સિંહ જાડેજાને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ફરિયાદ મળી હતી કે, શહેરના કોઠારિયા રોડ પર રહેતા તેમજ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ મયુર સિંહ જાડેજાએ પાંચ લાખ રૂપિયા પાંચ ટકાના માસિક વ્યાજ આપ્યા હતા. જે વ્યાજની રકમ ભરપાઈન થતા, મયુર સિંહ જાડેજા દ્વારા ફરિયાદી જતીનભાઈ શેઠ પાસેથી બળજબરીપૂર્વક તેમના ફ્લેટનો કબજો મેળવ્યો હતો. જે બાબતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મયુર સિંહ જાડેજાની ધરપકડ કરી તેમની પુછપરછ પણ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મયુર સિંહ જાડેજા દ્વારા કબજો કરવામાં આવેલા ફ્લેટમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવતું હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલતાં પોલીસે ઇમોરલ ટ્રાફિક હેઠળ વધુ એક ગુનો નોંધી આરોપી મયુર સિંહ જાડેજાની ધરપકડ કરી હતી. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ શહેરના ડીસીપી ઝોન વન પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, મયુરસિંહ જાડેજા વિરુદ્ધ છેલ્લા ૨૦ વર્ષમાં મારામારી, ખૂનની ધમકી, હુમલો, બોગસ દસ્તાવેજ ઉભો કરવા, ચોરીનો માલ ખરીદવા ઉપરાંત અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here