કોંગ્રેસ અને ચીન વચ્ચે થયેલી સમજૂતીની CBI તપાસની માંગ, સુપ્રીમ કોર્ટમાં અરજી

0
9
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૫

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટ પાસે વર્ષ ૨૦૦૮માં યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન કોંગ્રેસ પાર્ટી અને ચીનની સત્તાધીશ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના વચ્ચે થયેલી સમજૂતીની જાણકારી માંગવાની અપીલ કરવામાં આવી છે.

કહેવાય છે કે, કોંગ્રેસ અને ચીનની સરકાર વચ્ચે તે સમયે થયેલી સમજૂતીમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રાહુલ ગાંધીના હસ્તાક્ષર છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મારફતે આ મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અથવા સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પ્રમાણે, વર્ષ ૨૦૦૮માં થયેલી આ સમજૂતીથી કોંગ્રેસ પાર્ટીએ દેશને અંધારામાં રાખી. આ સાથે જ રાષ્ટ્રહિત સાથે સંકળાયેલી જાણકારી પણ જાહેર કરવામાં આવી નથી. આથી આ મામલે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે.

સુપ્રીમ કોર્ટમાં આ અરજી ગોવા ક્રૉનિકલના સંપાદક સૈવિયો રોડ્રિગેજ દ્વારા દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ આ અરજી એવા સમયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે ભારત-ચીન વચ્ચે સરહદ પર તનાવ ચાલી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here