કોંગ્રેસે બીજી યાદી જાહેર કરતાં કકળાટ શરૂ, આંતરિક જૂથબંધી વધી

0
29
Share
Share

ગાંધીનગર,તા.૩

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તમામ પાર્ટીઓ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી રહી છે. જેમાં કોંગ્રેસ દ્વારા બીજી વખત ઉમેદવારોની યાદી જાહેર થવા સાથે જ કકળાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે બીજી યાદીમાં નવા ચહેરાઓને તક આપતા પાર્ટીમાં આંતરિક કકળાટ ચરમ પર પહોંચી ગયો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા અમદાવાદ શહેરના ૧૦ વોર્ડના ૩૮ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગોતા, ચાંદલોડીયા, રાણીપ, થલતેજ, નવા વાડજ, ઘાટલોડીયા, નરોડા, નવરંગપુરા અને વાસણા એમ જ્યાં વિવાદ નથી તેવા ૧૦ વોર્ડમાં પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે.

આ ૧૦ વોર્ડમાંથી ૯ વોર્ડ અમદાવાદ પશ્ચિમ વિસ્તારના છે. જ્યારે પૂર્વમાં એકમાત્ર નરોડામાં ઉમેદવાર જાહેર કર્યા, જે વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. જણાવી દઈએ કે, અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. શહેરના ૪૮ વોર્ડ માટે ૧૪૫૦ લોકોએ દાવેદારી નોંધાવી હતી. જેના કારણે કોંગ્રેસ માટે ટિકિટની ફાળવણી મોટો માથાનો દુખાવો બની છે.

આટલું જ નહીં, અમદાવાદના ધારાસભ્યો પણ પોતાના માનીતાઓને ટિકિટ આપવા માટે જીદે ચઢ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમાર શહેરના દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડમાં પોતાની પસંદગીના ઉમેદવારોને ટિકિટ આપાવાની જિદ કરી રહ્યાં છે, તો બીજી તરફ પાર્ટીના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ પોતાના મનપસંદ ઉમેદવારોને ઉતારવા માંગે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here