કોંગ્રેસે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે એમઓયુ સાઇન કર્યા હતાઃ નડ્ડા

0
17
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૩

ચીનની સાથે બોર્ડર પર ચાલી રહેલા વિવાદની વચ્ચે દેશમાં રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે. કોંગ્રેસ પાર્ટીની તરફથી સતત મોદી સરકારને નિશાન સાંધી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લાગી રહ્યા છે કે તેમણે ચીનની સામે હાથ ઉભા કરી દીધા. હવે ભારતીય જનતા પાર્ટી પણ આક્રમક છે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પાર્ટીને ઘેરી અને ચીની પાર્ટીની સાથેનું કનેક્શન સામે મૂકયું.

મંગળવારના રોજ પોતાની ટ્‌વીટમાં જેપી નડ્ડાએ લખ્યું કે સૌથી પહેલાં કોંગ્રેસ પાર્ટી એ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની સાથે ર્સ્ેં સાઇન કર્યા. પછી કોંગ્રેસે ચીનની સામે જમીન સરેન્ડર કરી દીધી અને જ્યારે ડોકલામ થયું તો રાહુલ ગાંધી ચીની દૂતાવાસમાં મુલાકાત માટે ગયા અને હવે જ્યારે તણાવ છે તો રાહુલ ગાંધી દેશને ભાગલા પાડવાની કોશિષ કરી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે ૨૦૦૮મા બેઇજિંગ ઓલિમ્પિક દરમ્યાન જ્યારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચીન ગયા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનની વચ્ચે કરાર થયો હતો. આ કરાર શી જીનપિંગની હાજરીમાં જ થયો હતો.

ભાજપ સતત તેને આધાર બનાવીને કોંગ્રેસને ઘેરી રહ્યું છે. આની પહેલાં સોમવારે જેપી નડ્ડાએ મનમોહન સિંહને વળતો જવાબ આપ્યો હતો અને આરોપ મૂકયો હતો કે યુપીએના કાર્યકાળમાં ચીને કેટલીય વખત ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી પરંતુ ત્યારની સરકારે કંઇ કર્યું નહોતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here