કોંગ્રેસનો સ્થાપના દિવસ રાહુલ ગાંધી ગાયબ થતા ભાજપ ફરી કોંગ્રેસને ઘેર્યું

0
19
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૮

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો આજે ૧૩૬મો સ્થાપના દિવસ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગેરહાજરીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા એ.કે.એન્ટનીએ ઝંડો લહેરાવ્યો. કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા. દર વખતે જ્યારે રાહુલ ગાંધી વેકેશન પર જાય અને હોબાળો ના થયો હોય એવું બને જ નહીં. દર વખતની જેમ આ વખતે પણ રાહુલ ગાંધીના રજા લેવાના સમય પર કંકઇ એવું ફિક્સ કરી લે છે કે વિવાદનો મધપૂડો છંછેડાય છે. કોંગ્રેસ આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે, પરંતુ રાહુલ ગાંધી સાથે નથી. આ આકસ્મિક નથી. જો આપણે રાહુલ ગાંધીના છેલ્લા ૧૦ વર્ષના વેકેશન પર નજર કરીએ તો તે સ્પષ્ટ દેખાય છે કે તેઓ વિદેશ જવા માટે તેઓ આલોચનાની ચિંતા કરતા નથી.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રવિવારે કહ્યું હતું કે રાહુલ ગાંધી ખાનગી મુલાકાતે વિદેશ જવા રવાના થઇ ગયા છે. જોકે, તેમણે એ સ્થળનું નામ લીધું નથી. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધી ઇટાલી ગયા છે. રાહુલ ગાંધીના નાની ઇટાલીમાં રહે છે અને તેઓ ઘણી વાર ત્યાં જ જાય છે. રાહુલ ગાંધીના વિદેશ જવાના સમાચાર બાદ સોશિયલ મીડિયા પર કેરળના વાયનાડના સાંસદ પર રાહુલ પર સવાલો ઉભા થવા લાગ્યા છે. યુઝર્સ તેમને ગંભીર નેતા નથી કહેતા. અત્યારે તેઓ કોંગ્રેસમાં કાયમી અધ્યક્ષ નથી. રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમની પાર્ટીની અંદરની મુલાકાત ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાને જ્યારે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. ખેડૂતોના મુદ્દે સરકારને શીખામણ આપતા કહ્યું કે સરકારે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એ આરોપ સંપૂર્ણ રીતે ખોટો છે કે રાજકીય સપોર્ટના કારણે આ આંદોલન થઈ રહ્યું છે. રાહુલ ગાંધી પર પૂછાયેલા અનેક સવાલોના જવાબ ટાળતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે જો તેઓ પાર્ટી અધ્યક્ષ હોય તો અહીં જરૂર હોત. તેમણે કહ્યું કે રાહુલે ક્યાં રહેવાનું છે, તે તેમણે નક્કી કરવાનું છે. પ્રિયંકાએ કહ્યું કે રાહુલ ગાંધીનું અહીં હોવું કે ન હોવું તેનાથી પાર્ટીને કોઈ સમસ્યા નથી.

જાણો કયારે-કયારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર ગયા હતા

– ૨૦૧૫માં બિહારની ચૂંટણીની વચ્ચે રાહુલ ગાંધી ફ્રાન્સ ગયા હતા

– રાહુલ ગાંધીનું સૌથી ચર્ચિત વેકેશ ફેબ્રુઆરી ૨૦૧૫માં હતું, જ્યારે રાહુલ ગાંધી અચાનક દેશની બહાર ગયા હતા અને ત્યારે તેઓ ૫૭ દિવસ બાદ દિલ્હી પરત ફર્યા ત્યારે ખબર પડી કે તેઓ મ્યાનમારના બેંગકોક, મ્યાનમાર ફરવા ગયા હતા અને તેઓ ધ્યાન આપતા પણ શીખ્યા. તે સમયે વિપક્ષે પણ મજાક કરી હતી કે ૨૦૧૪ની શરમજનક હાર બાદ તેમનો ઝૂકાવ આધ્યાત્મિકતાની તરફ વળી ગયો છે.

– રાહુલ ગાંધી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલા ગુપ્ત જગ્યાએ રજા પર ગયા હતા, આ દરમિયાન રાહુલ ગાંધીનો ખુલ્લી જીપમાં ફરતો ફોટો સામે આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ રણથંભોરના નેશનલ પાર્કનો છે.

– ઉત્તરાખંડમાં પૂરના સમયે, જૂન ૨૦૧૩માં પણ રાહુલ ગાંધી વિદેશમાં રજા મનાવતા હતા, તે સમયે તેમની સરકાર હતી.

– ૨૦૧૨માં હદ તો ત્યારે થઇ હતી જ્યારે તેઓ નવા વર્ષની રજા મનાવા માટે ફ્રાન્સ જતા રહ્યા હતા જેમાં એક ફોટોમાં તેઓ એક યુવતી સાથે દેખાયા હતા.

-૩૧ ડિસેમ્બર ૨૦૧૯. રાહુલ ગાંધીને પરવા કર્યા વગર નવા વર્ષની રજા મનાવવા ઇટાલી નાનીના ઘરે ઇટલી ગયા હતા. ૨૦૧૯મા જ્યારે રાહુલ વિદેશ ગયા હતા તો એ સમયે નો વિરોધ ચરમ પર હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here