કોંગ્રેસને વિકાસમાં રસ ના હોય, તેને વિવાદમાં રસ છેઃ બિજલ પટેલ

0
28
Share
Share

અમદાવાદ,તા.૨
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદમાં ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. આ દરમિયાન અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. બીજી તરફ એએમસીના વિપક્ષના નેતા કમલા ચાવડાએ જવાબ આપ્યો હતો. પૂર્વ મેયર બિજલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, જે કઇ સફળતાના વિકાસના કામો છે, તે કરવામાં ભાજપના પ્રતિનિધિ તરીકે મે પીછે હઠ કરી નથી. કોંગ્રેસને વિકાસમાં રસ ના હોય, તેને વિવાદમાં રસ છે. ૨-૨ કલાક સુધી વિરોધ પક્ષ તરીકે બોલતા હોય અને પછી એમ કહે કે અવાજ ઉઠાવવાની તક મળી નથી તે કેટલી વ્યાજબી છે.
બિજલ પટેલના સવાલનો જવાબ આપતા અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા કમલા ચાવડાએ કહ્યુ કે, સત્તામાં બેઠા હોય તેમણે ખબર છે કે સત્તામાં રહીને કેવી રીતે કામ કરવુ જોઇએ. ૬૦ વર્ષ સુધી રાજ કરીને કોંગ્રેસ અહી પહોચી છે. સ્થાનિક સ્કૂલો હોય, કોર્પોરેશન સ્કૂલો હોય તે કોંગ્રેસના શાસનમાં બનેલી છે. કોંગ્રેસ પક્ષ સારી રીતે સત્તા કરી જાણ્યુ છે. કોંગ્રેસે વિપક્ષની ભૂમિકા પણ સારી રીતે બજાવી છે.” ભાજપ હંમેશા પોતાના મનસ્વી રીતે વર્તી છે અને દરેકનું માઇક બંધ કરાવી દીધુ છે.
પ્રજાના પ્રશ્નો દબાવવાનો પ્રયત્ન કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ૨૧ ફેબ્રુઆરીએ રાજ્યમાં ૬ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસે અમદાવાદને છોડીને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આ વખતે રસપ્રદ બનવાની છે. ભાજપ-કોંગ્રેસ સિવાય આ ચૂંટણીમાં ઓવૈસીની એઆઈએમઆઈએમ અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here