કોંગ્રેસની વિચારધારાએ રાષ્ટ્રનિર્માણ માટેના કાયદાઓ અને નીતિઓ બનાવી છે

0
18
Share
Share

ગાંધીનગર,તા.૨૮
ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ સ્થાપના દિન નિમિત્તે પ્રદેશ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધ્વજારોહણ કર્યું અને પ્રદેશ પ્રમુખ સાથે સેવાદળના કાર્યકરો કોંગ્રેસના ધ્વજને સલામી આપી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અંગ્રેજોની સામે વર્ષો સુધીની લડાઈ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશ જોડાયો હતો અને કોંગ્રેસની વિચારધારાએ રાષ્ટ્રનિર્માણ માટેના કાયદાઓ અને નીતિઓ બનાવી છે.
અમિત ચાવડાએ સરકાર પર આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું હતું કે આઝાદ ભારતમાં પહેલી સરકારે બંધારણની રચના કરી હતી. પરંતુ આજના શાસનમાં પણ સ્થિતિ એવી છે કે જે સંસ્થાઓ અને સંસાધનોને મુઠ્ઠીભર લોકોના હાથમાં સોંપવામાં આવી રહ્યું છે. લાખોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરે પણ વાત સાંભળવામાં આવતી નથી. કોંગ્રેસ પણ જો લોકોનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો પણ દબાવવામાં આવે છે.
આપણે એ વિચારધારાના સૈનિકો છીએ જે ક્યારેય ઝુક્યા નથી, ખેડૂતો, બેરોજગારો, વેપારીઓ કે કોઈ પણ બાબત હોય અવાજ ઉઠાવશું. વડવાઓની વિચારધારાની જેમ આજે પણ સંકલ્પ કરીને આગળ વધવાનો પ્રણ કરીએ. સેવાદળ જે રીતે અત્યાર સુધી કામ કરતું આવ્યું છે એ જ રીતે આગળ પણ કામ કરે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here