કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ચિરાગ કાલરિયા કોરોના પોઝિટિવ

0
17
Share
Share

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો કોરોના રિપોર્ટ નેગેટિવ

અમદાવાદ,તા.૨૫

દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે સ્થિતિ ખુબ જ ખરાબ છે. ત્યારે ગુજરાતમાં દિવસેને દિવસે કેસો વધી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના એક પછી એક કોર્પોરેટર અને ધારાસભ્યો કોરોના વાયરસના સંક્રમણમાં ફસાતા જાય છે. આજે પણ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના વાયરસના સંક્રમણમાં ફસાયા છે. કોંગ્રેસના જામજોધપુરના એમએલએ ચિરાગ કાલરિયાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જેના કારણે તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગ્રેસ બેડામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરતી વખતે અને પાર્ટીની બેઠકો અને નેતાઓ સાથેના સંપર્કમાં આવ્યા બાદ તેમને કોરોનાની અસર જોવા મળી હતી. ખાસ કરીને ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ ધારાસભ્યોનો રિપોર્ટ ધીમે ધીમે પોઝિટીવ આવવા લાગ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભરતસિંહના સંપર્કમાં આવ્યા બાદ તેમને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમને રિપોર્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોંગ્રેસ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ચિરાગ કાલરીયાને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ગત રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા. તેમની આરોગ્ય વિભાગ કોન્ટેક હિસ્ટ્રી તપાસી તેની સાથે સંપર્કમાં રહેલ લોકોને કોરોન્ટાઈન કરવા કામગીરી હાથ ધરાઈ રહી છે. આ સિવાય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પણ હાલ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કોંગ્રેસના અમિત ચાવડાને કોરોનાના લક્ષણ જણાતા તેમણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો અનુભવાયો છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here