કોંગ્રેસના નેતાઓ પોતાની સ્કૂલની ફી માફ કરી શરૂઆત કરે

0
13
Share
Share

કચ્છ,તા.૨૫

અમદાવાદમાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફીની માંગ સાથે ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા આંદોલન કરાઈ રહ્યુ છે. ગુજરાત વાલી એકતા મંડળ શાળાઓની મનમાની સામે આવેદનપત્ર આપશે. આ લડતમાં હાર્દિક પટેલ પણ વાલી એકતા મંડળના આગેવાનો સાથે જોડાયો છે. વિદ્યાર્થીઓની સમસ્યાઓ મુદ્દે આગામી રણનીતિને લઈ ચર્ચા કરશે. અમદાવાદમાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફીની માંગ ઉઠી છે. ગુજરાત વાલી એકતા મંડળની ફી માફીની માંગ કરી છે.શાળાઓની મનમાની સામે ગુજરાત વાલી એકતા મંડળે આવેદનપત્ર આપ્યું છે.

હાર્દિક પટેલ પણ વાલી એકતા મંડળના આગેવાનો સાથે જોડાયા છે. તો શાળાઓ દ્વારા બેફામ રીતે ઉઘરાવાતી ફી મામલે હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ પોતાની સ્કૂલની ફી માફ કરી શરૂઆત કરે. કોંગ્રેસના નેતાઓ ફી માફ કરશે તો ભાજપના નેતાઓને પણ કરવી પડશે. ઓનલાઈન શિક્ષણના નામે ફી ઉઘરાવાઈ રહી છે. સ્કૂલ ફી પર સરકારની કોઇ લગામ નથી. સરકારે વિદ્યાર્થીઓને રાહત આપવી જોઇએ. સરકાર ફી માફ કરી વાલીઓને આર્થિક સહયોગ કરી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here