કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી કોર્ટે ફગાવી

0
20
Share
Share

ગાંધીનગર,તા.૩૦

કોંગ્રેસ વર્કિંગ કમિટીના પ્રમુખ હાર્દિક પટેલને ગુજરાત બહાર જવા દેવાની માગ સાથે દાખલ કરાયેલી અરજી અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, હાર્દિક પટેલના રેકોર્ડને ધ્યાન પર લેતા માલુમ થાય છે કે, કોર્ટની કાર્યવાહી વિલંબિત કરવા માગે છે, આવી સ્થિતિમાં ગુજરાત બહાર જવાની છૂટ આપી શકાય નહિ.

અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી ફગાવતા કહ્યું કે, કોઈ વ્યક્તિ કે, નાગરિક દ્વારા તેમને પ્રાપ્ત થયેલા બંધારણીય અધિકારોનુક રૂએ કાયદા કે નિયમનો ભંગ થતો હોય તો તેના પર નિયંત્રણ લાવવા માટે કાયદા અને કોર્ટની રચના કરવામાં આવી છે.

હાર્દિક કેસની સુનાવણી દરમિયાન ઘણીવાર કોઈને કોઈ કારણસર ગેરહાજર રહ્યો છે. જેથી તેને ગુજરાત બહાર જવાની પરવાનગી આપી શકાય નહીં. હાર્દિક પટેલના વકિલ તરફે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પર આરોપ અથવા ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી એ દોષિત નહીં, પરંતુ નિર્દોષ છે તેવું માનવામાં આવે છે. અહીં બંને કેસ હજી પેન્ડિંગ છે. જેથી ગુજરાત બહાર ન જવાની શરત વ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ છે. હાર્દિક પટેલ તરફે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે, તેને ગુજરાત બહાર જવા દેવાની છૂટ આપવામાં આવે, જો કે રાજ્ય સરકાર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે,હાર્દિક હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી શરતોનું પાલન કરતો નથી. રાજદ્રોહના કેસમાં ૬૧ મુદત દરમિયાન કોઈ કારણ બતાવી એ કોર્ટ સમક્ષ હાજર રહ્યો નથી, જેથી ઘણીવાર કોર્ટે તેની સામે વોરન્ટ પણ કાઢ્યા છે.હાર્દિક પટેલ જે સરનામું દર્શાવ્યું છે. એ સ્થળ પર ઘણીવાર હાજર ન હોવાની પણ રાજ્ય સરકાર તરફે કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. હાર્દિકની જો ગુજરાત બહાર જવાની છૂટ મંજૂર કરવામાં આવશે તો તેનો રેકોર્ડ હજી ખરાબ થશે અને નિયમોનું પાલન કરશે નહિ. નોંધનીય છે કે, હાર્દિક પટેલ સામે રાજદ્રોહ સહિત ૩૬ જેટલા ગુના દાખલ થયેલા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here