કેશ નાંખવા આવતી કેશવાનના ગાર્ડે જ એટીએમમાંથી કરી ૨૪ લાખની ચોરી

0
34
Share
Share

સુરત,તા.૩૧

શહેરમાં ભારે વરસાદ વચ્ચે છત્રી લઈ એટીએમમાં પ્રવેશેલા તસ્કરે યુક્તિપૂર્વક એટીએમને ખોલી ૨૪ લાખથી વધુની રકમ ચોરી કરી ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના અંગે અડાજણ પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ આરોપીને પકડી પાડવા માટે કામે લાગી હતી. પોલીસે એટીએમના આસપાસના સીસીટીવી ફુટેજની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસે સાથે જ એસબીઆઈ બેંકના મેનેજર, કર્મચારી તેમજ પૂર્વ કર્મચારી સહિત સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી હતી.

આ ઘટનામાં આરોપીની ઓળખ સ્પષ્ટ રીતે ન થતાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી. જો કે, બાદમાં પોલીસે મળેલ બાતમી અને સીસીટીવી ફૂટેજના આધાર-પુરાવા પર નાનપુરા વિસ્તારમાં આવેલ ધતીગરા સ્ટ્રીટમાં રહેતા અને કેશવેન એજન્સીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ખુમાભાઈ રતનભાઈ પરમારની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે કરેલી કડક પૂછપરછ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ ખુમાભાઈ પરમાર પડી ભાંગ્યો હતો અને પોતે એસબીઆઈ બેન્કના એટીએમમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

જેથી અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરી રૂપિયા ૨૪ લાખથી વધુની રકમ રિકવર કરી હતી. આરોપીની કરવામાં આવેલી વધુ પૂછપરછ દરમિયાન તે પોતે કેશવાન એજન્સી પર સિક્યુરિટી ગાર્ડ હોવાના કારણે અવારનવાર અડાજણ સ્થિત એસબીઆઈના બેંક એટીએમ પર કેશ અપલોડ કરવા માટે જતો હતો. જેથી તેણે એટીએમ મશીનનો પાસવર્ડ મેળવી લીધો હતો.જે બાદ તેણે લાખોની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. જો કે, હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here