કેશોદ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી

0
28
Share
Share

કેશોદ તા.૧૧

રાજ્ય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત  ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા મહિલા બાળ પોષણ દિવસ ની ઉજવણીના ભાગ રુપે ગુજરાતના દરેક જિલ્લામાંથી ગામડાની મહિલાઓ વેબિનારના માધ્યમથી જોડવામાં આવેલ હતા.  જેમાં કેશોદ તાલુકાના મોવાના ગામમાં જઈ ત્યાંની મહિલાઓને પ્રોગ્રામમાં જોડવામાં આવેલ હતા.

આ પ્રસંગે  રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ ના શ્રી વિભાવારી બેન દવે  દ્વારા મહિલાઓ પોતાના અને બાળકોના પોષણ બાબતે વિશેષ માર્ગદર્શન આપેલ હતું. સાથો સાથ  સામાજિક, વ્યાવસાયિક,શૈક્ષણિક વગેરે ક્ષેત્રે મહિલાઓ અગ્રેસર કરે તે માટેની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી  આપવામાં આપવામાં આવી હતી.  તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવા ગુજરાતની મહિલાઓ માટે આશીર્વાદ રુપ ગણાવી મહિલા હેલ્પ લાઈન સેવાના કાઉન્સિલરોની કામગીરીને બિરદાવી હતી.

આ ઉપરાંત અન્ય એક  વેબીનારનું પણ આયોજન  ૧૮૧ મહિલા હેલ્પ લાઈન  દ્વારા કરવામાં આવેલ હતું. તેમાં ૧૮૧ સેવા ના કાઉન્સેલર, પોલીસ સ્ટાફ અને અન્ય ગામડાની મહિલાઓ ને જોડવામાં આવેલ જેમાં ગુજરાત ના બેટી બચાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને એશિયન ગેમ્સ ૨૦૧૮ ના સુવર્ણ ચંદ્રક વિજેતા કુમારી સરિતા ગાયકવાડ દ્વારા પોષણના મહત્વ બાબતે અને શરીર ની ફિટનેસ માટે રોજિંદા ખોરાક અને કસરત પર વિશેષ માર્ગદર્શન આપેલ હતું.  ડાંગ જિલ્લાના નાના ગામડામાંથી અત્યાર સુધીની પોતાની સફર જણાવી દરેક મહિલાઓ ને આગળ વધવા પ્રોત્સાહન પૂરું પડેલ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here