કેશોદ ભાજપ શાસિત પાલિકા વિરુદ્ધ વિહિપ બજરંગ દળનાં હોદેદારોએ બંડ પોકાર્યું

0
27
Share
Share

ચોમાસામાં ઘર ઘર પાણી ભરાવા છતાં નગરપાલિકા સત્તાધિશો નિષ્ક્રિય બની મૂકપ્રેક્ષક બનતાં વિરોધ ઉઠયો

કેશોદ તા.૧૮

કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલાવોર્ડ નંબર ૬ માં રણછોડ નગર તથા ગોપાલ નગર માં ઓછો વરસાદ હોઈ તો પણ લોકો ના ઘરમાં પાણી ઘુસી જવાના પશ્નો રહે છે વરસાદ બંધ થાય બાદ પણ આઠ થી દસ દિવસ સુધી રોડ પર  પાણી વહેણ ચાલુજ રહે છે અનેક વખત આ વિસ્તારોના રહીશો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી આ વોર્ડ  ના ચાર સભ્યો    દ્વારા પાણી ન નિકાસ માટેની કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી વારંવાર નાના પરિવારો ના ઘરમાં પાણી ઘુસી જવાને લીધે વોર્ડ નંબર ૬ માં વિશ્વ હિન્દૂ પરિષદ ના ચાર હોદેદારો વસવાટ કરી રહયા છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ  ના ઉપ પ્રમુખ વિશાલ સોલંકી (ડી.કે) મહા મંત્રી નિખિલ ઠાકર તાલુકા મંત્રી મહેશ પાંસેરિયા બજરંગ દળ ના પ્રમુખ રાકેશ ચુડાસમા દ્વારા આ વિસ્તાર ના નાના પરિવાર ની મુસીબત ને ધ્યાન માં લઇ અને આ વિસ્તારમાં પાણી ના નિકાલ ની માંગણી કરવામાં આવે છે નહિતર આવનારી નગર પાલિકા ની ચૂંટણી માં પરીણામ ભોગવવા માટે તૈયાર રહેવું એવું વિશ્વ હિન્દુ પરિષદ ના હોદેદારો અને ત્યાંના સ્થાનિક રહીશો એ ચીમકી આપી છે. રણછોડનગર- ગોપાલનગર વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઇ જતાં સંડાસ બાથરુમ માં પાછું પાણી આવતું હોય છે ત્યારે કુદરતી હાજતે જવું હોય તો અન્ય વિસ્તારોમાં જવું પડે છે. રણછોડનગર-ગોપાલનગર વિસ્તારમાં થી વરસાદી પાણીના નિકાલ માટે આગળનાં ભાગમાં ટીલોળી નદી અને પાછળના ભાગમાં વરુડી મા ની ગાળી માં થી પાણી નું વહેણ હતું જેમાં ગતવર્ષે કેશોદ નગરપાલિકા દ્વારા માટીનું પુરાણ કરી દેવામાં આવેલ છે અને ઉપરવાસમાં બિનખેતી થતાં રહેણાંક વિસ્તાર બની જતાં વરસાદી પાણીના વહેણમાં દબાણો કરવામાં આવેલાં છે ત્યારે જવાબદાર નગરપાલિકા સત્તાધિશો નિષ્ક્રિય બની મૂકપ્રેક્ષક બની જતાં રણછોડનગર-ગોપાલનગર વિસ્તારમાં રોષ ફેલાયો છે. પ્રિ-મોન્સૂન કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ કરોડો રુપિયાની ગ્રાન્ટ આવે છે ત્યારે નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થિતિ વણસી રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here