કેશોદ : બે સ્થળે ચોરી કરનાર તસ્કર બેલડી મુદામાલ સાથે ઝડપાઈ

0
15
Share
Share

કેશોદ, તા.૨૧

કેશોદ ઉતાવળી નદીનાં કાંઠા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં દિવાળીના તહેવારોમાં બહારગામ ગયેલ પરિવારના બંધ મકાનનાં રાત્રી દરમ્યાન તાળા તોડી ઘર ફોડ ચોરી કરનાર ઈસમોને દબોચી લઈ વણશોધાયેલ ગુનહાને ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી રોકડા રૂા.૧,૧૫,૬૦૦ નો મુદામાલ કબ્જે કરતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના વધુ વિગત મુજબ કેશોદના ઉતાવળી નદીના કાંઠા પાસે રહેતા અશોકભાઈના બંધ મકાનનુ તાળુ તોડી બંધ મકાનમાંથી કુલ રોકડા રૂા.૨,૦૨,૦૦૦ અને પાડોશી જીતેષભાઈ ભીખાભાઈ પરમારના રહેણાંક બંધ મકાનનુ તાળુ તથા દરવાજો તોડી રૂમમાં રાખેલ કુલ રૂા.૩૫,૦૦૦ મળી રોકડા કુલ રૂા.૨,૩૭,૦૦૦ ની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયેલા અંગેની ફરીયાદ રજુ થયેલ.

આ બનાવને ઘ્યાને રાખી ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢ ઈચા.પો.ઈન્સ. આર.કે.ગોહિલ તથા પો.સ.ઈ. ડી.જી.બડવા તથા પો.સ.ઈ. ડી.જી.બડવા તથા પો.સ.ઈ. ડી.એમ.જલુ તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઈ ચાવડા તથા પો.કોન્સ. સોહિલભાઈ સમા, જયદિપભાઈ કનેરીયા, ભરતભાઈ સોલંકી સહિતના પો.સ્ટાફના માણસો દિવાળી તહેવાર સબબ પેટ્રોલીંગમાં હતા અને સદર બનાવ સ્થળની મુલાકાત લઈ આજુબાજુના સી.સી.ટી.વી. ફૂટેઝ તથા ટાવર ડમ્પ તથા ખાનગી બાતમીદારો આધારે તપાસ કરતા હતા જે તપાસ દરમ્યાન ઉપરોકત પો.સ્ટાફને સંયુક્ત ચોક્કસ હકિકત મળેલ કે, ઉપરોક્ત ગુન્હો કેશોદ ઉતાવળી નદીના કાંઠે રહેતા હુસેનશા ઉર્ફે હુસલો તથા સિંકદરશા ઉર્ફે સિકલો બંને ભાઈઓએ ચોરી કરેલ હોય જેથી તેઓના ઘરે તપાસ કરતા મળી આવતા બંનેની પુછપરછ માટે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવતા મજકુર બંનેની તપાસ કરતા બંને પાસેથી રોકડા રૂપિયા મળી આવતા બંનેની વધુ પુછપરછ હાથ ધરતા ગઈ તા.૧૭/૧૧ ના ચોરી કરેલ તે રૂપિયા હોવાનુ જણાવેલ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here