કેશોદ : ન્યાયની માંગ સાથે નિવૃત્ત પોલીસમેનની પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી

0
8
Share
Share

કેશોદ, તા.૧૬

કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ અરજનભાઈ ડાંગરનો પોલીસ તંત્ર દ્વારા હક્ક, હિસ્સો રોકવામાં આવતા અને દારૂના ખોટા કેસમાં ફીટ કરી દેતા, આર્થિક, શારીરીક અને માનસિક તકલીફ ભોગવી રહ્યા હોય ત્યારે કેશોદના નિવૃત્ત પો.કો. અરજનભાઈ કાનાભાઈ ડાંગરના જણાવ્યા અનુસાર તેઓ ૧૯૮૬ માં પોલીસ ખાતામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ શરૂ કરી હતી અને એપ્રિલ ૨૦૨૦ ના રોજ નિવૃત્ત થયા છે.

ફરજ દરમિયાન કોઈપણ ગેરકાનૂની, ગુનાહિત પ્રવૃતિ કરેલ નથી, કે તેમની નોકરી દરમિયાન કયારેય સસ્પેન્ડ, ડીસમીસ કે ખાતાકીય દંડ કે સજા થઈ નથી, તેમ છતા નિવૃતી બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારી સામે ગુનો પેન્ડીંગ હોવાથી હક્ક, હિસ્સો મળવાપાત્ર ન હોવાનું જણાવેલ હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૭ વર્ષ સુધી નાસતો ફરતો આરોપી બતાવી કોર્ટનો સમન્સ, નોટીસ કે વોરંટ વગર ૨૪ કલાકમાં જેલમાં રાખેલ અને કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા બાદ પણ ફરજ ચાલુ હોવા છતા સસ્પેન્ડ કે ડીસમીસ કરવામાં આવેલ ન હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here