કેશોદ : કુરિયરનાં પાર્સલમાંથી અઢી લાખની ચીજવસ્તુઓ સેરવી લેતો ડીલિવરી બોય

0
19
Share
Share

કેશોદ, તા.૨૦

કેશોદમાં કુરિયર કંપનીના ડિલિવરી બોયે ડીલીવરી કરવા આપેલ સાત પાર્સલમાંથી કિંમતી ઘડીયાળ, મોબાઈલ એરફોન તથા ચશ્મા કાઢી અન્ય વસ્તુ નાખી કુરિયર કંપની સાથે રૂા.૨,૩૭,૫૭૧ ની રકમની વિશ્વાસઘાત તથા છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુસ્તફા તૈયબ અલી ઝરીવાલા ગીર સોમનાથવાળાએ કેશોદના ઘનશ્યામ હર્ષદભાઈ પીઠીયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદ અંતર્ગત મુસ્તફા તૈયબ અલી જરીવાલાએ પોતાની કુરિયર કંપનીમાં ડીલીવરી બોય તરીકે ઘનશ્યામ પીઠીયાને રાખેલ હતો જે અંતર્ગત તા.૧૧ નવેમ્બરથી  ૧૭ નવેમ્બર દરમિયાન ડીલીવરી કરવા આપેલ સાત પાર્સલમાંથી બે એરફોન કંપનીની ઘડિયાળ કિ.રૂા.૯૯,૮૦૦ એક સેમસંગ ઘડિયાળ, એપલોનો એરફોન, રેબનના ચશ્મા તથા આઈફોન કંપનીનો મોબાઈલ સહિત કુલ રૂા.૨,૩૭,૫૭૧ ની વસ્તુઓ કાઢી તેની અંદર બીજી વસ્તુઓ નાખી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કેશોદ પોલીસના પીએમ બાબરીયાએ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here