કેશોદમા થર્ડ આઈ એકેડેમી દ્વારા હિન્દી માધ્યમમાં ઓન લાઈન ડાયનેમીક મેમરી પાવર કોર્ષનો થયેલ પ્રારંભ

0
28
Share
Share

કેશોદ, તા.૧૮

વિશ્વની કોઈ પણ વ્યકિતને બધુજ સરળતાથી યાદ રહેતુ હોય તેમ બનતું નથી. કોઈ તીવ્ર સ્મૃતિ ધરાવે છે. તો કોઈ નબળી સ્મૃતિ ધરાવે છે કોમ્પ્યુટરની પોતાની ભાષા બાઈટ છે તેમ સ્મૃતિને પણ કોઈ ભાષા છે સ્મૃતિને આડા આવતાં અનેક પરિબળો વિસ્મૃતિનું કારણ બને છે. અવરોધક પરિબળોનું નિવારણ એટલે ડાયનેમીક મેમરી પાવર જેને ત્રીજી આંખ પણ કહેવામાં આવે છે. કોઈ પણ ધંધા વ્યવસાય, અભ્યાસમાં મેમરી પાવર અનિવાર્ય છે આવા ઉમદા હેતુસર તાજેતરમાં કેશોદ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક માત્ર થર્ડ આઈ એકેડમીમાં ડાયનેમીક મેમરી પાવરના કોર્ષનો પ્રારંભ થયો છે.

કેશોદના બસ-સ્ટેન્ડ સામે આવેલ કૈલાસ કોમ્પ્લેક્ષ ખાતે થર્ડ આઈ એકડેમીનો પ્રારંભ થયો છે. આ કોર્ષ વિદ્યાર્થીઓ, શિક્ષકો, નોકરીયાતો, ઈન્ટરવ્યુમાં, જનરલ નોલેજ, જી.પી.એસ.પી .ય ુ. પી. સી. આઈ. એ. એસ. આઈ.પી.એલ, આઈ.એફ.એલ ગૌણ સેવા પસંદગી મંડળની અને ઉપરની કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ કોર્ષ ખૂબજ ઉપયોગી પુરવાર થાય છે. સાઈન્ટીફીકલીબ્રેઈન મેપીંગ અને ઈન્ટેલીજન્સી ટેસ્ટીંગ લેબોરેટરી, પીનલ ગ્લેન્ડ (થર્ડઆઈ)એકટીવેકશન,ઈ.એસ.પી. ફોટોગ્રાફીક, મેમરી, કયુ.એસ.આર.વિગેરે કોર્ષથી સુપર બ્રેઈન મેળવવા માટે ઈન્ટરનેશનલ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

ઓન લાઈન ડાયનેમીક મેમરી પાવરના અભ્યાસમાં જોડવા તેમજ અન્ય કોર્ષની માહીતી માટે કેશોદ ખાતેના થર્ડ આઈ.એકેડમીના હેલ્પલાઈન નં.૯૮૯૮૬૮૮૪૦૦ અને ૯૭૭૩૧૨૧૧૯૩ ઈ-મેઈલ પર સંપર્ક સાધવાથી વિશેષ માહીતી મળી રહેશે. તેમ થર્ડ આઈએકેડેમીના ડાયરેકટર ગોવિંદભરડાની એક યાદીમાં જણાવાયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here