કેશોદમાં સાંગાણી હોસ્પિટલમાં અમૃતમ યોજનાનો પ્રારંભ કરાવતાં સાંસદ

0
24
Share
Share

જુનાગઢ તા. ૧૧

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારના રોગનાં ઈલાજ માટે ઓપરેશન અને સારવાર મળી રહે એવાં હેતુથી મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય  અને આયુષ્યમાન યોજનાઓનો આર્થિક રીતે નબળાં પરિવારો માટે નિયત કરવામાંં આવેલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર, ઓપરેશન કરી આપવામાં આવે છે. ત્યારે કેશોદ શહેરમાં આવેલી સાંગાણી હોસ્પિટલમાં પોરબંદર મત વિસ્તારનાં સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે,

તમે હવેથી કાર્ડ ધારકોને વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે. સાંગાણી હોસ્પિટલમાં દુરબિંથી  કાન, નાક, ગળાના ઓપરેશન, એપેન્ડીકસ, પ્રોસ્ટેટ, પિત્તાશય, કીડનીનાં પથરીના ઓપરેશન તથા  ડાયાલિસિસ કાર્ડ ધારકોને વિનામૂલ્યે કરી આપવામાં આવશે. સાંગાણી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં માં ડો રાજેશ સાંગાણી, ડો અજય સાંગાણી, ડો હિંગોરા દ્વારા મેડિકલ ક્ષેત્રમાં મેળવેલ અનુભવોનું પ્રદાન કાર્ડ ધારકોને વિનામૂલ્યે આપવામાં અપાવશે. અને કેશોદ સહિત માંગરોળ, માળીયા, મેંદરડા, વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કાર્ડધારકોને સાંગાણી હોસ્પિટલ શરુ કરવામાં આવેલ ઓર્થો, ટ્રોમા, સજર્રી, જનરલ સજર્રી, ગાયનેક સજર્રી, સ્પાઈનની સજર્રી આર્શીવાદરુપ સાબિત બનશે. ઉદૃઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલીયા, પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ભગવાનજીભાઈ કરગઠીયા,સર્વ જ્ઞાતિ સમાજના પ્રમુખ હરદેવસિંહ રાયજાદા, મામા સરકાર રાજભા ચુડાસમા, જેન્તિભાઈ ધુળા, એડવોકેટ વિશાલભાઈ જોષી, ડી ડી દેવાણીનું પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here