કેશોદમાં પક્ષીઓ સાથે ફ્રેન્ડશીપ ડેની અનોખી ઉજવણી કરતા પર્યાવરણ પ્રેમી ખેડૂત પરિવાર

0
17
Share
Share

કેશોદ તા.૧

આજે ફ્રેન્ડશિપ ડે છે, આજના દિવસે વહાલા મિત્રો એક બીજાને સુભેસછા આપી રહ્યા છે ત્યારે આજે એક એવા મિત્ર ની વાત કરવી છે જેની દોસ્તી સૌથી અનોખી છે. જૂનાગઢના કેશોદ માં રહેતા હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવાર ને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેને એક બીજા વગર ચાલતુંજ નથી    તો જોઈએ પક્ષીઓ અને હરસુખભાઇ ની અનોખી દોસ્તી ની અનોખી દાસ્તાન

મિત્રતા તો તમે ઘણી જોઈ હશે પરંતુ કેશોદના હરસુખભાઇ ડોબરીયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહિ જોઈ હોય, આપણે જાણીને આનંદ થશે કે હરસુખભાઇ ડોબરીયા છેલ્લા ૨૦ વર્ષ થી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પડે છે અને પક્ષીઓ પણ નિયમત રીતે હરસુખભાઇ ના ઘેર પહોચી જાય છે. હરસુખભાઇ એક ખેડૂત છે અને પોતાના ઘરેજ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવાર ની ચણ નાખે છે અને અને પછી એક બે બક્ષીઓ નહિ પરંતુ ત્રણ હજાર જેટલા પક્ષીઓ આવે છે, પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે.

કેશોદના આ હરસુખભાઇ ડોબરીયા નો પરિવાર પણ પક્ષી મે છે, પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે કે સવારના વહેલા પાંચ વાગ્યે ઘરના સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષી ના ભોજન ની વ્યવસ્થામાં લાગી જાય છે. હરસુખભાઇ પક્ષો માટે પહેલેથીજ બાજરીના ડૂંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે, પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે, ૫૦૦ રુપિયાની ચણ ની ખરી થી શરુ કરેલ આ અભિયાન માં આ વર્ષે એક લાખ રુપિયા ની ચણ ની ખરીદી કોઈપણ ફંડ ફાળા વગર કરી છે. હરસુખભાઇ ના પત્ની રમાબેન કહે છે કે અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે. અને જ્યારે થી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા ત્યાર થી અમારે ખુબજ સારું છે અને ધંધા માં ખુબજ બરકત થઇ રહી છે.

જયારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે પક્ષીઓના મોત થઇ રહ્યાં છે ત્યારે હરસુખભાઇ પક્ષીઓને જે અનાજ ના દાણા ખવરાવે છે ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ઘાન્ય નિજ ખરીદી કરે છે અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈપણ જાતનું નુકશાન ના થાય તેની ખાસ કાળજી રહી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here