કેશોદનો આંબાવાડી વિસ્તારમાં ખુલ્લા-જીવતા વીજવાયરોથી ઝળુંબતો અકસ્માતનો ભય

0
19
Share
Share
  • લેખિતમાં તંત્રને જાણ કરાયા છતાં પગલાં લેવામાં વિલંબ થતાં ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્ર સમક્ષ રજૂઆત કરતા વાછાણી

કેશોદ, તા. ૨૪

કેશોદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા સમ્રાટ શોપિંગ સેન્ટરમાં જુદા-જુદા વિજગ્રાહકોએ લીધેલાં વિજ જોડાણમાં જંકશન બોક્ષ લગાવવામાં આવેલાં ન હોવાથી ચોમાસામાં વરસાદ સાથે પવન ફૂંકાતા વીજપુરવઠો ખોરવાઈ જવો, શોટર્ સકર્ીટ થવા ઉપરાંત સ્પાકર્ીગ થતું હોય ત્યારે આરટીઆઇ કાર્યકર્તા ગોરધનભાઈ વાછાણીએ ટેલિફોનીક ફરિયાદ નોંધાવી લેખિતમાં ફરિયાદ તા.૨૧મી એપ્રિલનાં કરેલ હતી.

કેશોદ પીજીવીસીએલ દ્વારા ગંભીરતા દાખવી કામગીરી હાથ ધરવામાં નહીં આવતાં ફરીથી તા.૧૭મી જુનનાં રોજ ફરીથી સ્મૃતિપત્ર લેખિતમાં આપ્યો હતો.

ત્યાર બાદ પીજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે પરંતુ અધુરી કામગીરી અને વિલંબિત કામગીરી કરવામાં આવતાં ગોરધનભાઈ વાછાણી દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્ર રાજકોટ ઝોનલ કચેરીમાં સામુહિક ફરિયાદ નોંધાવી વળતર મેળવવા માંગણી કરી છે.

વીજતંત્ર દ્વારા આંબાવાડી વિસ્તારમાં અમુક ટ્રાન્સફરની ફરતી સેફ્ટી ગાર્ડ લોખંડની જાળી કાઢવામાં આવી છે તે લગાવવામાં આવશે કે કોઈ નિદરેષ શહેરીજન અકસ્માતનો ભોગ બને પછી કામગીરી હાથ ધરાશેે? તે બાબત હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here