કેશોદના અગતરાય ગામના ખેડૂતનો આપઘાત

0
44
Share
Share

કેશોદ,તા.૪

દેશમાં ખેડૂતોની આત્મહત્યા અટકતી નથી. દિવસે ને દિવસે ખેડૂતો ની આત્મહત્યાની  ઘટના સામે આવતી હોય છે  ત્યારે આજે જૂનાગઢ કેશોદ ના અગતરાય ગામે ફરી આવી ઘટના જોવા મળી છે. કેશોદના સવજીભાઈ જીવરાજ મારડિયા ઉંમર વર્ષ ૭૦ કેશોદના અગતરાય ગામના રહેવાસી એ જમીન વેચાણ સાટાખત કર્યા બાદ સામે ખરીદનારને રકમ ન આપી શકતા ધમકીઓ મળવાથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ખેડૂત પુત્ર દ્વારા ભૂમાફિયા પર પિતાને મરવા સામે મજબૂર કર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે હાલ તો મૃતકની લાશને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવી છેહવે, તો ખેડૂતોની આત્માહત્યા જાણે એક રોજિંદી ઘટના જેવી લાગવા લાંગી છે. જમીન વેચાણ ના ડખામાં  ડૂબેલાં ખેડૂતે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્માહત્યા કરી હોવાનું સામે આવ્યું છે ખેડૂત ના પુત્ર દ્વારા ભૂમાફિયા સામે ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે હાલ તો સમગ્ર ઘટનાની કેશોદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here