કેવડીયા મેમુ ટ્રેનના ૪ કોચ કરાયા ઓછાઃ આઠ કોચ કેવડીયા જશે

0
18
Share
Share

વડોદરા,તા.૨૨

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મુકવામાં આવી છે, ત્યારે પ્રતાપનગરથી કેવડીયા શરૂ થયેલી ટ્રેનમાં પ્રવાસીની સંખ્યામાં ઘટાડો થયો છે. જેથી ૪ કોચ ઓછા કરાયા છે. જેમાં હવે મેમુ ટ્રેનના ૧૨ કોચમાંથી ૮ કોચ કેવડીયા જશે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડીયા ખાતે મૂકવામાં આવી છે, ત્યારે દેશ-વિદેશના લોકો ફરવા માટે કેવડીયા આવી રહ્યા છે. જેના માટે ગત થોડા દિવસ અગાઉ વડાપ્રધાન મોદીએ ટ્રેન શરૂ કરાવી હતી.

પ્રવાસીઓને પડતી તકલીફ અટકાવવા વડાપ્રધાન મોદીએ નવી ૮ ટ્રેનો પણ શરૂ કરી હતી. જેમાં વડોદરાથી રોજ ત્રણ મેમુ પેસેન્જર ટ્રેન કેવડિયા ખાતે જાય છે. આ અગાઉ ૧૨ કોચની ગાડી હતી, પરંતુ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં આ ટ્રેન ૮ કોચની કરી દેવામાં આવી છે. વડોદરાથી કેવડીયા જતા પ્રવાસીઓની વાત કરવામાં આવે તો, ગત ૩ દિવસમાં વડોદરાથી કેવડીયાએ જનારા માત્ર ૬૦૦ જેટલા પ્રવાસી જોવા મળ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here