કેરેબિયન લીગ માટે તૈયારી

0
16
Share
Share
  • લીગની મેચો મંજુરી બાદ ૧૮મી ઓગષ્ટથી શરૂ થઇ શકે
  • ધરખમ ખેલાડી ક્રિસ ગેઇલ લીગમાં નહીં રમે

ત્રિનિદાદ,તા. ૨૪

વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્‌સમેન ક્રિસ ગેઇલે ખેલાડીઓ માટે ડ્રાફ્ટ થતા પહેલા જ અંગત કારણોસર કેરેબિયન પ્રિમિયર લીગમાંથી નામ પરત લઇ લેતા ક્રિસ ગેઇલના ચાહકોમાં નિરાશા ફેલાઇ ગઇ છે. સરકારની મંજુરી મળી ગયા બાદ લીગ ત્રિનિદાદ અને ટોબેગોમાં ૧૮મી ઓગષ્ટથી ૧૦મી સપ્ટેમ્બર વચ્ચે રમાનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ ગેઇલે પોતાના ઇમેઇલમાં લખ્યુ છે કે લોકડાઉનના કારણે તે પોતાના બાળક અને પરિવારને મળી શક્ય નથી. જે સેન્ટ કિટ્‌સમાં રહે છે. તે જમેકામાં હતો. ગેઇલે કહ્યુ છે કે તે પોતાના પરિવારની સાથે સમય ગાળવા માટે ઇચ્છુક છે. ગેઇલનો કરાર સેન્ટ લુસિયાની સાથે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ક્રિસ ગેઇલ દુનિયાના સૌથી ધરખમ ખેલાડી પૈકી એક તરીકે છે. તે ૧૦૩ ટેસ્ટ મેચ અને ૩૧૦ વનડે મેચો રમી ચુક્યો છે. ક્રિસ ગેઇલ હાલમાં પરિવારને મળવા માટે આશાવાદી છે. કોરોના કાળના કારણે દુનિયાના મોટા ભાગના દેશોમાં હાલમા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જે દરમિયાન તમામ લોકો જ્યાં હતા ત્યાં જ ઘરમાં કેદ થઇ ગયા હતા. હવે ધીમે ધીમે અનલોકની શરૂઆત થઇ રહી છે. જેના કારણે રમત ગમતની ગતિવિધી પણ શરૂ થઇ છે.

દુનિયાના દેશો રમચના ક્ષેત્રમા ંપણ હવે ફરી શરૂઆત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની શ્રેણીની હવે શરૂઆત થવા જઇ રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ચુકી છે. આ ટીમમાં હેટમાયર, બ્રાવો સામેલ નથી. આ ખેલાડીઓ પહેલાથી જ ખસી ગયા છે. બીજી પાકિસ્તાનની ટીમ પણ હવે ટુંક સમયમાં જ ઇંગ્લેન્ડના પ્રવાસમાં જનાર છે. ઇંગ્લેન્ડ દ્વારા તમામ સાવચેતીના   પગલા વચ્ચે ક્રિકેટ શ્રેણી શરૂ કરવાની તૈયારી કરી લીધી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here