કેરળ સરકાર કૃષિ બિલની સામે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવશે

0
21
Share
Share

તિરુવનંતપુરમ્‌,તા.૨૩

સીપીઆઈ(એમ)ની આગેવાનીવાળી કેરળ સરકારે ત્રણ દિવસ પહેલા સંસદમાં પાસ કરવામાં આવેલા કૃષિ બિલની સામે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવવાનો નિર્ણય કર્યો છે. કેરળ સરકારે બુધવારે આ નિર્ણય લેતા કહ્યું છે કે, મોદી સરકાર તરફથી પાસ કરવામાં આવેલા બિલ સંઘીય બધારણનું ઉલ્લંઘન કરે છે. કારણ કે કૃષિ સમવર્તીની યાદીમાં આવે છે.

આ પહેલા રાજ્યના કૃષિ મંત્રી વીસી સુનિલ કુમારે કાયદાકીય સલાહ લીધી હતી અને તેણે સલાહ દેવામાં આવી હતી કે આ બિલોને સુપ્રિમ કોર્ટમાં પડકારી શકાય છે. રાજ્ય કેબિનેટે બુધવારે આ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો નિર્ણય રાજ્યની ફરિયાદમાં દખલ છે અને તે બંધારણનું ઉલ્લંઘન છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here