કેરળમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું

0
23
Share
Share

તિરૂવનંતપુરમ,તા.૧૯

કેરળના તિરૂવનંતપુરમ એરપોર્ટ ખાતે એર ઇન્ડિયા એક્સપ્રેસના એક વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જોકે, પાયલોટની સમયસૂચકતાને લીધે કોઝીકોડે દુર્ઘટના જેવી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ગત ઓગસ્ટમાં કેરળના કોઝીકોડેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસનું પ્લેન ક્રેશ થયું જેમાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

શારજાહથી કાલીકટ જઈ રહેલ એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા તેને તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઉતારવું પડ્યું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ તેની જાણકારી આપતા જણાવ્યું છે કે વિમાનમાં ઉડાન દરમ્યાન કેટલીંક ગંભીર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેને લીધે પાયલોટે વિમાનને તિરૂવનંતપુરમ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય કર્યો હતો.

આ વિમાનમાં ૧૦૪ મુસાફરો સવાર હતા અને તમામે તમામ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા વિમાનને એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું. આમ પાયલોટની સમયસૂચકતા અને સમજદારીને કારણે ૧૦૪ મુસાફરોના જીવ બચી ગયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here