કેરલ રાજ્યની શાક-ફળોની MSP તરાહ પર અન્ય રાજ્યો જશે….?

0
17
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

દેશમાં કોરોના મહામારી બાદ મોંઘવારીએ માઝા મૂકી છે. લોકો મોંઘવારી સહિતના વિવિધ પ્રશ્ને બેહદ પરેશાન થઈ ગયા છે તેમાં પણ ગૃહિણીઓ વધુ પરેશાન છે…. કારણ કે એક તરફ દરેક પ્રકારના કૃષિ ધાનોના ભાવ વધી ગયા છે તો શાકભાજી ફળો વગેરેના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે અને તેમાં પણ રાંધણ ગેસના ભાવો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. કેન્દ્ર સરકાર દેશમાં કોરોનાને નાથવા માટે કોરોના વેક્સિન આમ પ્રજાને પહોંચી શકે તે માટે ખાસ પ્રોજેક્ટ બનાવી દરેક પ્રકારનું દરેક સ્તરનું આયોજન કરી દીધેલ છે… જેમાં પ્રથમ તબક્કે કોરોના વોરિયર્સને  રસી આપવામાં આવશે ત્યારબાદ ૫૦ ઉપરની ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનોને રસી આપવામાં આવનાર છે. પરંતુ સરકાર રસીની કિંમત લેવાની છે કે નહીં તે બાબતે સ્પષ્ટતા કરી નથી… અને આવા સમયે બિહારના મુખ્યમંત્રીએ તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પોતાના રાજ્યના લોકોને કોરોના વેક્સિન મફત આપવાની જાહેરાત કરી દીધી છે. તો દિલ્હીની કેજરીવાલ સરકાર પણ આ લાઈનમાં છે. જ્યારે કેન્દ્ર સરકાર દેશમાં ઉત્પાદન થનાર વેક્સિન કિંમત બાબતે કોઈ નિર્ણય કર્યો નથી…..! તેમજ વિદેશથી કોરોના રસી આયાત કરવાનું આયોજન કર્યા છતાં કિંમત નક્કી થઈ શકી નથી છતાં આમ પ્રજાને મોદીજી ઉપર વિશ્વાસ છે કે કોરોના વેક્સિન આમ પ્રજાને મફત આપશે…..!?

દેશમાં મોંઘવારી બાબતે સત્તાધારી પક્ષ ન બોલે પરંતુ વિરોધ પક્ષો મોંઘવારી શબ્દ માત્ર પ્રજા સામે વાપરે છે ખરા પરંતુ મોંઘવારીને મુદ્દો બનાવવાથી દૂર રહ્યા છે….! જેના કારણે આમ પ્રજા પણ એવો મત ધરાવતી થઈ ગઈ છે કે કોઈપણ પક્ષ સત્તા ઉપર આવે પરંતુ સત્તા મળતા મોંઘવારી શબ્દને વિસરી જવામાં આવે છે…..! ત્યારે પ્રેક્ટીકલ રીતે કેરલ રાજ્ય સરકારે થોડા ત્રણેક મહિના પહેલા શાકભાજી માટે મોટો નિર્ણય કર્યો અને વિવિધ શાકભાજીના ખેડૂતો માટેના એમએસપી (ભાવો) નક્કી કરી ખેડૂતોને અને આમ પ્રજાને મોટી રાહત આપી છે. પરિણામે પ્રજા અને ખેડૂતોમાં ખુશી ફરી વળી છે. તેમાં શાકભાજી ઉત્પાદન કિંમતથી ૨૦ ટકા વધુ ભાવો રહેશે. તે સાથે ખાવા પીવાની ૨૧ ચીજોની પણ સ્જીઁ કિમતો નક્કી કરી દીધી છે. તે સાથે શાકભાજી માટે ૧૦૦૦ સ્ટોર શરૂ કરી દીધા છે. સરકારે નક્કી કરેલ નીતિ અનુસાર બજારકિંમત ઘટે તો પાકને આધાર બનાવશે.  સરકાર ખેડૂતો પાસેથી ખરીદી લેશે તેમજ શાકભાજીને ક્વોલીટી અનુસાર વહેંચવામાં આવશે. શાકભાજીના એમએસપી નક્કી થતા ખેડૂતોને ફળો અને શાકભાજી ઉગાડવા માટે પ્રેરણા મળશે.ઊઊ આ યોજનાને કારણે ૧૫ એકર સુધી માં ખેતી કરનારા ખેડૂતોને ફાયદો થશે. હાલના ભાવ ચાલી રહ્યા છે તે જોઈએ તો પ્રતિ કિલો અનુસાર સુરણ રૂપિયા ૧૨/ કેળા- ૩૦, કારેલા-૩૦, અનાનસ-૧૫, દુધી-૯ કાકડી- ૮, ગવાર- ૩૪,ફણસી-૨૮, ગાજર- ૨૧ શકરીયા-૨૧,તુરીયા- ૧૬,ભીડા-૨૦, ટમાટર-૮,રૂપિયા નક્કી કર્યા છે. એમએસપી નક્કી થતા આમ પ્રજાને પણ મોટો ફાયદો થયો છે વેપાર કરનાર નક્કી કરેલ ભાવથી ૫ કે ૧૦ ટકા સુધીનો નફો લઈ શકે છે જે હાલની સ્થિતિ છે. ત્યારે અન્ય રાજ્યોમાં પણ કિસાનોએ આ રીતે અમલ કરવા માંગ શરૂ કરી છે. ત્યારે રાજ્ય સરકારો કેરલના રસ્તે જવા તૈયાર થશે કે કેમ…?તેવો સવાલ આમ પ્રજામાં પૂછાઈ રહ્યો છે…..!?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here