કેબીસી સિઝન ૧૨માં છત્તીસગઢની અનુપા દાસ ત્રીજી કરોડપતિ બની

0
31
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૬

કોન બનેગા કરોડપતિ સિઝન ૧૨માં છત્તીસગઢની અનુપા દાસ ત્રીજી કરોડપતિ બની ગઇ છે. જોકે તે સાત કરોડના જેકપૉટ પ્રશ્નનો જવાબ નથી આપી શકી. સોની ટીવીના આ પૉપ્યૂલર શૉમાં આ સિઝન અનુપા ત્રીજી કરોડપતિ બની છે. અનુપાએ કરોડપતિ બન્યા બાદ કહ્યું કે તે આ જીતેલી રકમનો ઉપયોગ તેની માના કેન્સરના ઇલાજ માટે વાપરશે.

૧૮ નવેમ્બર, ૧૯૬૨એ લદ્દાખના રેજાંગ લામાં બહાદુરી માટે કોણે પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા?

A- મેજર ધન સિંહ થાપા, B- લેફ્ટનન્ટ કર્નલ અર્દેશિર તારાપોર, C- સુબેદાર જોગિન્દર સિંહ,D- મેજર શૈતાન સિંહઃ જવાબ- મેજર શૈતાન સિંહ

રિયાઝ પૂનાવાલ અને શૌકત દુકાનવાલાએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કઇ ટીમનુ પ્રતિનિધિત્વ કર્યુ છે?

A- કેન્યા, B- સંયુક્ત આરબ અમિરાત, C- કેનેડા, D- ઇરાન

ખાસ વાત છે કે આ સવાલનો જવાબ અનુપમાને ખબર હતો, તેને જે અંદાજો લગાવ્યો હતો તે સાચો હતો, પરંતુ લાઇફ લાઇન ન હતી અને રિસ્ક મોટુ હતુ, એટલા માટે તેને શંકાના કારણે શૉ છોડવાનો ફેંસલો કર્યો. જ્યારે તેને સાચો જવાબ પસંદ કરવાનુ કહ્યું તો તેને સંયુક્ત આરબ અમિરાતને જ પસંદ કર્યો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here