કેપ્ટન અમેરિકાએ અજાણતા જ શેર કર્યો ન્યૂડ ફોટો, કરોડો ફેન્સ આવ્યા સપોર્ટમાં

0
13
Share
Share

મુંબઈ,તા.૧૪

હોલિવૂડના જાણીતા એક્ટર અને માર્વલ યુનિવર્સના કેપ્ટન અમેરિકા ક્રિસ ઇવાન્સ તાજેતરમાં જ ભારે ચર્ચાનો વિષય બની ગયા છે. પોતાની સ્માર્ટનેસ, ઉમદા કામગીરી અને વ્યક્તિત્વ માટે લોકપ્રિય એવા ક્રિસે થોડા સમય અગાઉ કાંઇક એવું કર્યું હતું જેને કારણે તેઓ સૌની નજરે ચડી ગયા હતા. અજાણતાં જ ન્યૂડ ફોટો શેર થતાં મુશ્કેલીમાં મુકાયા હતા. ક્રિસે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના પરિવાર સાથે પસાર કરેલા સમયની સ્ક્રીન રેકોર્ડિંગ શેર કરી હતી. આ પોસ્ટમાં તે પોતાના પરિવારજનો સાથે મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા. જોકે વીડિયોને અંતે  ભૂલથી તેમના ફોનની ફોટો ગેલેરીની ઇમેજ પણ રેકોર્ડ થઈ ગઈ હતી. અને આ વીડિયો તેમણે શેર કર્યો તો ફોનના ફોટોની એ ઇમેજ પણ લોકોએ જોઇ લીધી. આમ તો ક્રિસે તરત જ આ વીડિયો ડીલીટ કરી દીધો હતો પરંતુ જેમ ઇન્ટરનેટ પર બને છે, સોશિયલ મીડિયા પર બને છે તેવી રીતે આ વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ ગયો. ઘણા લોકોએ તે વીડિયો જોઈ પણ લીધો અને ક્રિસ ઇવાન્સ વિશે ચર્ચા થવા લાગી.

જોકે ક્રિસ ઇવાન્સ એમ જ કેપ્ટન અમેરિકા કહેવાતા નથી. તેમના લાખો કરોડો ફેન્સ છે. તેઓ તરત જ તેમના ફેવરિટ એવા ક્રિસના સપોર્ટમાં આવી ગયા. તેઓ અત્યારે ક્રિસને પ્રાયવેસી આપવાની વાત કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે ક્રિસ ઉમદા માનવી છે અને અત્યારે એંગ્ઝાઇટીની સમસ્યાથી પરેશાન છે. આ સંજોગોમાં  તેમને સહારાની જરૂર છે. ફેન્સે એવી પણ અપીલ કરી છે કે હવે આ વીડિયો ઇન્ટરનેટ પર શોધવો નહીં અને ક્રિસને પરેશાન કરવા નહીં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here