કેન્સર સામે લડી રહેલ સંજયની તસવીર માન્યતાએ શેર કરી

0
18
Share
Share

અભિનેતાની પત્નીએ તસવીર પોસ્ટ કરી પરિવાર આવા સમયે કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એ દર્શાવ્યું

મુંબઈ,તા.૯

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફેફસાના કેન્સર સામે લડી રહ્યો છે. તેણે હાલમાં વિદેશ જવાના બદલે મુંબઈમાં જ પોતાની સારવાર કરાવવાનું શરૂ કરી દીધું છે. એક્ટરે ૧૧મી ઓગસ્ટે પોતાને ફેફસાનું કેન્સર હોવાની જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી. ત્યારે કહેવાઈ રહ્યું છે કે તે પોતાનું કામનું કમિટમેન્ટ પણ પૂરું કરી રહ્યો છે. તેણે ’શમશેરા’ની શૂટિંગ પણ શરૂ કરી દીધી છે. આ વચ્ચે તેની પત્ની માન્યતા દત્તે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે તેનો પરિવાર કેવા પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. માન્યતા દત્તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે સંજય દત્તની ફોટો પણ શેર કરી છે. ફોટોમાં કાળા ચશ્મા પહેર્યા છે અને હાથ વાળીને સંજય કેમેરા સામે પોઝ આપતા દેખાય છે. આ તસવીરે તેના ઘર પર ક્લીક કરાઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ ફોટો સાથે માન્યતાએ કેપ્શનમાં એક નિવેદન આપ્યું છે કે તેમનો પરિવાર આ મુશ્કેલ સમયનો કેવી રીતે સામનો કરી રહ્યો છે. માન્યતાએ સંજય દત્તની ફોટો સાથે કિશોર કુમારની ગીતની લાઈનો લખી છે, ’રૂક જાના નહીં તુ કહીં હાર કે કાંટો પે ચલકે મિલેંગે સાએ બહાર કે!!’ આપણે પોતાની જિંદગીના ખરાબ દિવસોનો સામનો કરીને સારા દિવસો કમાવવા પડે છે. ક્યારેય હાર ન માનવી જોઈએ. આવા હેશટેગ દ્વારા લાગણીને વ્યક્ત કરે છે. માન્યતાએ એમ બતાવ્યું છે કે બધા કેટલા મજબૂતીથી એક સાથે ઊભા રહીને મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા માન્યતાએ પોતાની એક તસવીર શેર કરતા લખ્યું હુતું, ક્યારેક-ક્યારેક ચુપ રહેવું પડે છે, કારણ કે કોઈ શબ્દ આ દર્શાવી નથી શકતા કે તમારા મગજ અને દિલમાં શું ચાલી રહ્યું છે. સંજય દત્તને ફેફસાનું કેન્સર થવાની ખબર આવ્યા બાદ તેના પરિવાર તરફથી માન્યતાએ સ્ટેટમેન્ટ પણ જાહેર કર્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here