કેન્સરગ્રસ્ત મહિલા ફરી માતા બનશે

0
24
Share
Share

કેન્સરની સારવાર દરમિયાન થનાર કિમોથેરાપીના કારણે મહિલાઓની પ્રજનન ક્ષમતાને ખતમ કરી નાંખે છે અને તે ફરીવાર માતા બની શકતી નથી. જો કે હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં કેટલીક નવી બાબત સપાટી પર આવી છે. જેના કારણે આશાનુ નવુ કિરણ પણ દેખાઇ રહ્યુ છે. ડેનમાર્કમાં કોપેનહેગન સ્થિ એક હોસ્પિટલના સંશોધકોએ બાયો એન્જિનિયર્ડ ઓવરી બનાવી લેવામાં સફળતા હાંસલ કરી લીધી છે. આ આર્ટિફિશિયલ અથવા તો કૃત્રિમ અંડાશય મહિલાઓના ઇન્ડાને ફર્ટિલાઇઝ કરવામાં સક્ષમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઓવરીને મહિલાઓમાં ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શકાશે. હાલમાં કેન્સરગ્રસ્ત મહિલાઓની કિમોથેરાપી અથવા તો રેડિયોથેરાપી શરૂ કરતા પહેલા તેમના ઇન્ડાને ફ્રીજ કરી દેવામાં આવે છે. કિમોથેરાપી મહિલાઓના ઓવરી સેલ્સની જીવન ક્ષમતાને ખતમ કરી નાંખે છે. જ્યારે ઓછી વયની યુવતિ પર કિમોથેરાપી અથવા તો રેડિયોેરાપી કરતા પહેલા તેમના ઓવરીયન ટિશુને કાઢીને સુરક્ષિત રાખી લેવામાં આવે છે. આ ટિસ્યુમાં હજારોના પ્રમાણમાં અવિકસિત ઇન્ડા હોય છે. ટ્રીટમેન્ટ બાદ ટિસ્યુને ફરી એકવાર શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે. જો કે આ મામલામાં સૌથી વધારે ખતરો ટિસ્યુમાં કેન્સર પ્રભાવિત સેલ્સની હાજરીનો રહે છે. જો આ પ્રભાવિત અથવા તો અસરગ્રસ્ત સેલ્સન સાથે ટિસ્યુને ફરી શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાની સ્થિતીમાં યુવતિ ફરી એકવાર કેન્સરના સકંજામાં આવી જાય છે. બાયો એન્જિનિયર્ડ  ઓવરી આ ખતરાથી બચવા માટેના એક વિકલ્પ તરીકે છે. આ ટેકનિકમાં ઓવરી ટિસ્યુના સેલ્સને કેમિકલથી ટ્રીટ કરીને તેના ડીએનએ અથવા તો એવા કોઇ પણ હિસ્સાને અલગ કરી દેવામાં આવે છે. જેમાં કેન્સરથી સેલ પ્રભાવિત રહેવાની શક્યતા હોય છે. ત્યારબાદ અવિકસિત ઇન્ડાને ખાલી આર્ટિફિશિયલ ઓવરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે. રિસર્ચ ટીમે કહ્યુ છે કે આ ઓવરીમાં ઇન્ડા સુરક્ષિ રહી શકે છે. ત્યારબાદ તેને શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે. શરીરમાં ઇન્ડા વિકસિત થવાની શરૂઆત થઇ જાય છે. સાથે સાથે દર મહિનામાં માસિક ધર્મની સાથે સાયકલ પૂર્ણ કરે છે. રિસર્ચ ટીમના એક સભ્યે માહિતી આપતા કહ્યુ છે કે એવી શોધ પહેલી વખ કરવામાં આવી છે. જેમાં માનવી ફોલિકલ શરીરની બહાર કોઇ ડિસેલુલરાઇઝ્‌ડ  હ્ય્મુન સ્કૈફોલ્ડમાં સુરક્ષિત રહે છે. આ પદ્ધિતી બીજી પદ્ધિતી કરતા વધારે સુરક્ષિત છે. કારણ કે તેમાં કેન્સરથી પ્રભાવિત સેલ્સના રિ ઇમ્પ્લાનટેશન દરમિયાન શરીરમાં જવાની શક્યતા ખુબ ઓછી રહે છે. જો કે આ પ્રોસેસને ૧૦૦ ટકા સુરક્ષિત બનાવવા માટે સંશોધકોની ટીમ હજુ પણ કામ કરી રહી છે.તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચોકાવનારા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે જે મહિલાઓ વિટ્રો ફર્ટીલાઇઝેશન કરાવી ચુકી છે. તે મહિલાઓમાં મોડેથી અંડાશયના કેંસરનો ખતરો બે ગુણો થઇ જાય છે. ૧૫ વર્ષ સુધી કરવામાં આવેલા અભ્યાસ બાદ તેના તારણો જારી કરવામાં આવ્યા છે. અભ્યાસના પરિણામ જરનલ હ્યુમન રિપ્રોડક્શનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ અભ્યાસના તારણો ૧૯૧૪૬ બાળકો નહીં ધરાવતી મહિલાઓને આવરી લઇને જારી કરવામાં આવ્યા છે. આ મહિલાઓ આઇવીએફ પહેલા ઓવરી અથવા તો અંડાશયની સારવાર કરાવી ચુકી છે. જ્યારે આઇવીએફ નહીં ધરાવતી મહિલાઓને પણ આમા આવરી લેવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યુ કે વિટ્રો ફર્ટીલાઇઝેશન મારફતે પસાર થઇ ચુકેલી મહિલાઓમાં અંડાશયના ટ્યુમરનો ખતરો રહે છે. આ ઘણી વખત જીવલેણ બની શકે છે. આના કારણે સર્જરીની જરૂર પડે છે. આઇવીએફ ગ્રુપમાં ૬૧ મહિલાઓને ઓવરીના ટ્યુમરની અસર દેખાઇ રહી હતી.  બ્રિટીશ જરનલ ઓફ કેંસરમાં અન્ય એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૦ વર્ષ સુધી દવા લેનાર મહિલા ઓવરીના કેંસરના જોખમને ૫૦ ટકા સુધી ઘટાડી શકે છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે  કેન્સરની સારવાર લાંબાગાળે યાદશક્તિ ઉપર માઠી અસર કરે છે. નિષ્ણાંતોએ ધડાકો કર્યો છે કે  કેન્સરની સારવાર કરાવી ચૂકેલી મહિલાઓ લાંબાગાળે ચોક્કસ પ્રકારની માનસિક તકલીફનો સામનો કરે છે. સારવાર દરમિયાન રેડિએશન અથવા કેમોથેરાપી પ્લસ રેડિએશનની સારવાર લેનાર મહિલાઓમાં પણ આ તકલીફ રહે છે. અગાઉના સંશોધનમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કેમોથેરાપીના કારણે યાદશક્તિ અને ધ્યાનશક્તિ ઉપર અસર થાય છે. જુદા જુદા કેન્સરની સારવાર પણ જુદી જુદી રહે છે. ટામ્પામાં મોફિટ કેન્સર સેન્ટ્રર એન્ડ રિચર્સ ઇન્સ્ટીટ્યુટના તબીબે કહ્યું છે કે અભ્યાસના તારણો આપતી વેળા ૬૨ જેટલા કેન્સર જેટલા દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. કેમોથેરાપી પ્લસ રેડિએશન અને માત્ર રેડિએશનની સારવાર લેનાર દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. ૧૮૪ મહિલાઓની બાબતમાં પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. કેન્સરનો કોઈ ઇતિહાસ નહીં ધરાવનાર મહિલાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here