કેન્દ્ર સરકાર દ્વારા વિજયા રાજે સિંધીયાનાં નવા ચલણી સિક્કાનું કાલે ઈ-વિમોચન

0
93
Share
Share

રાજકોટ, તા.૧૦

શ્રીમતી વિજયા રાજે સિંધિયાનો જન્મ ૧૨મી ઓક્ટોબર ૧૯૧૯ ના રોજ થયો હતો. તેમનું ખરૂ નામ દિવ્યેશ્વરી દેવી. ગ્વાલિયરના રાજમાતા તરીકે જાણીતા છે. એક અગ્રણી ભારતીય રાજકીય વ્યક્તિત્વ હતા. બ્રિટીશ રાજના દિવસોમાં ગ્વાલિયરના છેલ્લા શાસક મહારાજા જીવાજીરાવ સિંધિયાના અર્ધાગ્ની તેણીએ દેશના ઉચ્ચતમ શાહી વ્યક્તિઓમાં સ્થાન મેળવ્યું હતુ. તેની ગ્વાલિયરના છેલ્લા મહારાણી હતા. પછીના જીવનમાં તે નોંધપાત્ર પ્રભાવની રાજનેતા બની અને ભારતીય સંસદના બંને ગૃહોમાં વારંવાર ચૂંટાઈ આવી. જનસંઘ અને ભારતીય જનતા પાટર્ીના ઘણા દાયકાઓથી તે સક્રિય સભ્ય પણ હતી. તેણીએ ૧૯૫૭ માં જ્યારે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસની ટિકિટ પર મઘ્યપ્રદેશની ગુના લોકસભા બેઠક જીતી હતી ત્યારે ચૂંટણી રાજકારણમાં પ્રવેશ થયો હતો. પાંચ વર્ષ પછી, તે ગ્વાલિયરથી કોંગ્રેસની ટિકિટ પર જીતી. બાદમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી અને ૧૯૬૭ માં સ્વતંત્ર પાટર્ીની ટિકિટ પર ગુના બેઠક જીતી લીધી. તેમણે ટૂંક સમયમાં ભારતીય જનસંઘમાં જોડાયો અને રાજ્યના રાજકારણમાં ભાગ લેવા લોકસભામાંથી રાજીનામું આપ્યું. તેમણે ૧૯૬૭ માં જનસંઘના ઉમેદવાર તરીકે મઘ્યપ્રદેશની કારેરા વિધાનસભા બેઠક જીતી હતી અને રાજ્યના રાજકારણમાં ભારે ડૂબી ગઈ હતી. ૧૯૮૯ માં, તે ગુણાથી ભારતીય જનતા પાટર્ી (ભાજપ)ના સભ્ય તરીકે જીતી હતી, અને ૧૯૯૧, ૧૯૯૬ અને ૧૯૯૮ માં આ બેઠક જાળવી રાખી હતી. તેમનું નિધન ૨૫મી જાન્યુઆરી ૨૦૦૧. શ્રીમતી વિજયા રાજે સિંધિયાના યાદી સ્વરૂપે તેમના નામે ઘણા સ્મારકો તો છે જ તેમજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચાલતા ફિલટેલી વિભાગે શ્રીમતી વિજયા રાજે સિંધિયાની શ્રેણીમાં રૂપિયા ૪ ના મૂલ્યની ટપાલ ટિકિટ બહાર પાડેલ હતી. તેમજ તેમના ચિત્રવાડું પ્રથમ દિવસીય કવર અને માહિતી પુસ્તિકા પણ બહાર પડેલ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે તારીખ ૧૨મી ઓકટોબર ૨૦૨૦ ના રોજ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શ્રીમતી વિજયા રાજે સિંધિયાજીનો ૧૦૦ રૂપિયાનો ચાંદીનો સિક્કો સંગ્રહકર્તાઓ માટે ખાસ ઈ-લોકાર્પણ કરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે. સિક્કાનું વજન :- ૩૫ ગ્રામ, ધાતુઓ :- ચાંદી ૫૦%, ત્રાંબું ૪૦%, નિકલ ૫%, જસત ૫%, આકાર :- ગોળ, કદ :- ૪૪ મીમી., સિક્કાના ઉપરના ભાગમાં અશોક સ્થંભ હશે જેના નીચે રાષ્ટ્રીય ભાષામાં સત્યમેવ જયતે અંકિત કરેલ હશે. તેમજ દેવનાગરી લિપિમાં ભારત તથા આંતર રાષ્ટ્રીય ભાષામાં ઈન્ડિયા લખેલ હશે. તેમજ અશોકસિંહની નીચેના ભાગમાં નવો ૨ ચિન્હ અને ૧૦૦ મૂલ્ય અંકિત કરેલ હશે. સિક્કાના પાછળના ભાગમાં માઘ્યમમાં શ્રીમતી વિજયા રાજે સિંધિયાજીનું ચિત્ર હશે. ચિત્રની નીચે ૧૯૯૧૯-૨૦૧૯ અંકિત હશે. તેમજ સિક્કાની ઉપરની તરફ દેવનાગરી લિપિમાં શ્રીમતી વિજયા રાજે સિંધિયા કી જન્મ શતાબ્દી તેમજ સિક્કાની નીચેની બાજુ આંતર રાષ્ટ્રીય ભાષામાં અંકિત કરેલુ જોવા મળશે. આ સિક્કાનું બુકિંગ ભારતીય રીઝર્વ બેંક દ્વારા ટુંક સમયમાં શરૂ થશે. વધુ વિગત માટે આપ કૌશલ ન્યૂમિસમેટીક રીચર્સ સેંટરના સ્થાપક પ્રમુખ જીજ્ઞેશભાઈ શાહનો સંપર્ક કરી શકો છો. મો.૯૯૦૯૨૨૪૬૭૭.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here