કેન્દ્ર સરકારે ડૉમેસ્ટિક ફ્લાઈટ્‌સ કંપનીઓને આપી મંજૂરી

0
10
Share
Share

નવીદિલ્હી

કેન્દ્ર સરકારે ડૉમેસ્ટિક એરલાઈંસ કંપનીઓને પોતાના ૪૫ ટકા ક્ષમતાની સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે, આ પહેલા ડૉમેસ્ટિક એરલાઈન્સ કંપનીઓને ૨૫ મેથી પોતાની ૧/૩ ક્ષમતાની સાથે ઉડાન ભરવાની મંજૂરી મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે જ ડીજીસીએ એ આ વાતની જાહેરાત કરી હતી કે, ભારતથી અને ભારતને થવાની આંતરરાષ્ટ્રીય ઉડાનો પર ૧૫ જુલાઈ સુધી સસ્પેન્શન લાગુ રહેશે. જોકે, આ મામલાના આધાર પર કેટલાક પસંદીદા રૂસ્ટ આ માટે અપવાદ હશે. આ પહેલા કેન્દ્રીય એવિએશન મંત્રીએ પણ પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે, ડૉમેસ્કિટ ફ્લાઈટ્‌સના ૫૫ ટકા સુધી શરૂ થયા બાદ સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સને પણ શરૂ કરવા પર વિચાર કરશે.જણાવી દઈએ કે, કોરોનાના કહેરના કારણે લગભગ ૨ મહિના બંધ રહ્યા બાદ ડૉમેસ્ટિક ફ્લાઈટ મેના અંતમાં ધીરે-ધીરે શરૂ કરવામાં આવી છે. સરકારે ડૉમેસ્ટિક ફ્લાઈટ માટે મહત્તમ અને ન્યૂનતમ ભાડુ નક્કી કરી રાખ્યુ છે. ભાડાનુ નિર્ધારણ ઉડાનના સમયગાળાના આધાર પર હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here