કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ કાલે ગુજરાતની મુલાકાતે આવશે

0
15
Share
Share

ગાંધીનગર,તા.૨૫

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ જારી છે અને દિવસેને દિવસે પરિસ્થિતિ વધુને વધુ ચિંતાજનક બની રહી છે. તેમાંય મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાણા રાજ્યમાં કોરોનાના કેસોનું પ્રમાણ ગંભીર રીતે વધ્યુ છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એક ટીમ આવતીકાલ ૨૬થી ૨૯ જૂન સુધી ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની મુલાકાતે આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલની આગેવાનીમાં એક કેન્દ્રીય ટીમ આવતીકાલથી ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની મુલાકાતે આવશે. આ ટીમ રાજ્યના અધિકારીઓ સાથે કોરોના વાયરસના સંક્રમણને રોકવા લેવાયેલા પગલાંઓ, દર્દીઓની સારવાર સહિત બાબતો અંગે ઉંડાપૂર્વક ચર્ચા-વિચારણા કરશે અને આવશ્યક સૂચનો સૂચવશે.

નોંધનિય છે કે આની પહેલા મે મહિનામાં પણ ેકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવી હતી અને સિવિલમાં આવેલી કોરોના હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

કોરોના કેસના મામલે ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૯,૦૦૦ને વટાવી ગઇ છે અને અત્યાર સુધી ૧૭૩૬ લોકોના મોત થયા છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here