કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું ૭૪ વર્ષની વયે નિધન

0
32
Share
Share

નવીદિલ્હી તા.૮

બિહારમાં ખગારીયા જીલ્લામાં સાહરબન્ની ગામે તા.૫-૭-૧૯૪૬ના રોજ જન્મેલા અને કેન્દ્રિય ગ્રાહક બાબતના મંત્રી રામવિલાસ પાસવાનનું ૭૪ વર્ષની વયે આજે નિધન થયું.પાંચ દાયકાથી રાજકારણમાં હંમેશા સક્રિય રહેનાર રામવિલાસ પાસવાન લોકજનશકિત પક્ષના અધ્યક્ષ હતા અને કેન્દ્રિય મંત્રી હતા તેમની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં તા.૪ના રોજ સારવાર હેઠળ હતા તેમના પર બીજી વખત હાર્ટની સજર્રી થઈ હતી અને તેમનું સારવાર દરમિયાન જ નિધન થયું હોવાનું તેમના પુત્ર ચિરાગ પાસવાને ટિવટ કરીને માહિતી આપી હતી.રામવિલાસ પાસવાન ૧૯૭૭માં પ્રથમ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમની કારકિદર્ીમાં ૮ વખત લોકસભાના વિજેતા ઉમેદવાર રહ્યા હતા તેમજ છેલ્લા ત્રણ દાયકાથી તેઓ સત્તામાં હતા.

થોડા દિવસ પહેલા જ હાર્ટ સર્જરી થઈ હતી

રામવિલાસ પાસવાન છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. એઈમ્સમાં ૨ ઓક્ટોબરની રાતે તેમની હાર્ટ સર્જરી કરાઈ હતી. આ પાસવાનની બીજી હાર્ટ સર્જરી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી.

૧૯૬૯માં પાસવાને પ્રથમ ચૂંટણી લડી હતી

રામવિલાસ પાસવાનનો જન્મ ૫ જુલાઈ ૧૯૪૬માં બિહારના ખગડિયા જિલ્લાના ગરીબ અને દલિત પરીવારમાં થયો હતો.

તેઓએ બુંદેલખંડ યુનિવર્સિટી ઝાંસીથી ખઅ અને પટના યુનિવર્સિટીમાંથી કકઇ કર્યું હતું.

૧૯૬૯માં પાસવાન પ્રથમવાર બિહારથી રાજ્યસભા ચૂંટણીમાં સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા હતા.

૧૯૭૭માં છઠ્ઠી લોકસભામાં પાસવાન જનતા પાર્ટીની ટિકિટ પર સાંસદ બન્યા હતા.

૧૯૮૨માં લોકસભાની ચૂંટણીમાં પાસવાન બીજીવાર જીત્યા હતા.

૧૯૮૩માં તેઓએ દલિત સેનાની સ્થાપના કરી તેમજ ૧૯૮૯માં નવમી લોકસભામાં ત્રીજીવાર વિજેતા થયા.

૧૯૯૬માં દસમી લોકસભામાં પણ તેઓ ચૂંટાયા

૨૦૦૦માં પાસવાને જનતા દળ યુનાઈટેડથી અલગ થઈને લોક જન શક્તિ પાર્ટીની સ્થાપના કરી.

ત્યાર પછી તેઓ UPA સરકાર સાથે જોડાય ગયા અને રસાયણ અને ખાદ્ય પ્રધાન બન્યા.

પાસવાન ૨૦૦૪માં લોકસભામાં જીત્યા, પરંતુ ૨૦૦૯માં તેઓએ હારનો સામનો કરવો પડ્યો.

તેઓ ૧૨મી ,૧૩મી અને ૧૩મી લોકસભામાં ચૂંટણી જીત્યા.રાજનાથસિંહે દુઃખ વ્યક્ત કર્યું

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here