કેન્દ્રીય મંત્રીઓએ સંપત્તિ જાહેર કરીઃ પિયૂષ ગોયલ પાસે ૨૭ કરોડની સંપત્તિ

0
17
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૫

દેશના ખજાનાનો હિસાબ રાખનારા નાણામંત્રી નિર્મલા સીતારમન સૌથી ઓછી સંપત્તિ ધરાવતા કેબિનેટ મંત્રીઓમાંથી એક છે. મ્ત્નઁના પૂર્વ અધ્યક્ષ અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીની પાસે ૬ ગાડીઓ છે, તો પીયૂષ ગોયલ સૌથી ધનવાન મંત્રીઓમાંથી એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહતિ તમામ કેબિનેટ મંત્રીઓએ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે.

નાણા મંત્રી પાસે છે આટલી સંપત્તિ

દેશના ખજાનાનો હિસાબ રાખનારા નાણા મંત્રી નિર્મલા સીતારમનની પાસે બાકી કેબિનેટ મંત્રીઓની સરખામણીમાં ખૂબ જ ઓછી સંપત્તિ છે. તેમની પાસે આશરે ૧.૩૪ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે પોતાના પતિની સાથે સંયુક્ત હિસ્સેદારીના રૂપમાં ૯૯.૩૬ લાખ રૂપિયાની કિંમતનું એક મકાન છે. આ ઉપરાંત, તેમની પાસે આશરે ૧૬.૦૨ લાખ રૂપિયાની કિંમતની એક ખેતીલાયક જમીન પણ છે.

આ ઉપરાંત, નાણા મંત્રી નિર્મલા સીતારમનની પાસે તેમના પોતાના નામે કોઈ કાર નથી. તેમની પાસે એક બજાજનું ચેતક બ્રાન્ડનું જૂનું સ્કૂટર છે, જેની કિંમત આશરે ૨૮૨૦૦ રૂપિયા આંકવામાં આવી છે. તેમની કુલ ચલ સંપત્તિ આશરે ૧૮.૪ લાખ રૂપિયાની છે. દેવાના રૂપમાં તેમના પર ૧૯ વર્ષ સુધીની એક લોન, એક વર્ષનો ઓવરડ્રાફ્ટ અને ૧૦ વર્ષની મોર્ગેજ લોન છે.

નિતિન ગડકરીની પાસે છે ૬ ગાડીઓ

રસ્તા પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી, તેમની પત્ની અને તેમના પરિવાર (હિંદુ અવિભાજ્ય પરિવાર- HUF)ની પાસે કુલ મળીને ૨.૯૭ કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે. આ પરિવારની પાસે કુલ ૧૫.૯૮ કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. નિતિન ગડકરીની પાસે કુલ ૬ ગાડીઓ છે.

પિયૂષ ગોયલની પાસે ૨૭ કરોડ કરતા વધુની સંપત્તિ

વાણિજ્ય તેમજ ઉદ્યોગ અને રેલ મંત્રી પિયૂષ ગોયલની પાસે ૨૭.૪૭ કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે. જોકે, તેમના કરતા વધુ ધનવાન તેમની પત્ની સીમા ગોયલ છે, જેની પાસે કુલ આશરે ૫૦.૩૪ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમના હિંદુ અવિભાજિત પરિવાર (ૐેંહ્લ)ની પાસે ૪૫.૬૫ લાખ રૂપિયાની સંપત્તિ છે. આ પ્રમાણે તેમના અને તેમના પરિવારમાં કુલ મળીને ૭૮.૨૭ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ ઁસ્ મોદી કેબિનેટના સૌથી ધનવાન મંત્રીઓમાંથી એક છે.

રવિશંકર પ્રસાદે કર્યું છે ૧૬.૫ કરોડનું રોકાણ

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદની પાસે અચલ સંપત્તિના રૂપમાં કુલ ૩.૭૯ કરોડ રૂપિયાની ત્રણ પ્રોપર્ટી છે. તેમાંથી એક તેમને વારસામાં મળી છે, જ્યારે બે તેમણે પોતે ખરીદી છે. તેમણે આશરે ૧૬.૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

સ્મૃતિ ઈરાનીએ પણ કર્યું છે સારું એવુ રોકાણ

કપડા, મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાની કુલ ચલ-અચલ સંપત્તિ ૪.૬૪ કરોડ રૂપિયાની જાહેર કરી છે. તેમણે આશરે ૧.૭૭ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here