કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે માણસમાં કુળદેવીના દર્શને કરશે

0
14
Share
Share

ગાંધીનગર,તા.૧૭

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા ૪ દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે હવે આવતી કાલે તેઓ પરિવાર સાથે માણસા પોતાના કુળદેવીના દર્શને જશે. અમિત શાહ દર વર્ષ નવરાત્રીમાં પરિવાર સાથે માતાના દર્શને આવે છે. અમિત શાહના આગમનના ૪ દિવસમાં અનેક મંત્રીઓએ તેમજ હોદ્દેદારોએ તેમને મળવા માટે સમય માંગ્યો હતો,

પરંતુ તેઓએ મળ્યા ન હતા. હવે આગામી બે દિવસમાં પ્રદેશના નેતાઓ તેમજ સરકારના મંત્રીમંડળ સાથે તેઓ મુલાકાત કરે તેવી શક્યતા છે. લોકડાઉનના ૭ મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ પોતાના હોમ ટાઉન ગુજરાતમાં આવ્યા છે. અમિત શાહ દર નવરાત્રિએ પોતાના પરિવાર સાથે માણસામાં માતાજીની આરતી-પૂજામાં ભાગ લેશે છે. અમિત શાહ પહેલેથી જ માણસાના બહુચર માતાજી પર ખૂબ આસ્થા છે,

આથી તેમની જ તેઓ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી બન્યા બાદ પણ તેઓ આ મંદિરે નવરાત્રિએ માતાજીનાં દર્શને આવી રહ્યા છે. નોંધનીય છે કે અમિત શાહના પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. અત્યારસુધી ફક્ત વર્ષ ૨૦૧૧માં તેઓ નવરાત્રી દરમિયાન માતાજીનાં દર્શને આવી શક્યા ન હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here