કેદી કે આરોપીના કોરોના ટેસ્ટ આરટી-પીસીઆર કરવો ફરજિયાત નથીઃ આરોગ્ય વિભાગ

0
26
Share
Share

અમદાવાદ,તા.૨૩

ગુજરાતમાં કેદી કે આરોપીના કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટ કરવો ફરજિયાત નથી. કેદીઓ અને આરોપીઓના કોરોના ટેસ્ટને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે આદેશ આપ્યો છે કે કેદી કે આરોપીના કોરોના ટેસ્ટ આરટી-પીસીઆર કરવો ફરજિયાત નથી. એને બદલે એન્ટિજન ટેસ્ટ કરાવી શકાશે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ, અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં તેનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાતો,

જેનો રિપોર્ટ બે દિવસે આવતો હોવાથી તેની પૂછપરછ અને અટકાયતમાં હાલાકી પડતી હતી. કેદીને કોર્ટમાં રજૂ કરવામાં પણ વિલંબ થતો હતો. કાનૂની રીતે આરોપીની અટકાયત બાદ ૨૪ કલાકમાં ન્યાયાલયમાં રજૂ કરવો પડે, પણ આરટી-પીસીઆર ટેસ્ટમાં આ બાબત શક્ય બનતી ન હતી. આવાં અનેક કારણે હવે સરકારે આરોપીઓ-કેદીઓના એન્ટિજન ટેસ્ટની મંજૂરી આપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here