કેદારનાથની રક્ષા ભૈરવ નાથજી કરતા હોવાની માન્યતા

0
33
Share
Share

મહાભારતના પાંડવો દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું, ૮મી સદીમાં  શંકરાચાર્ય દ્વારા પુનઃ નિર્માણ કરવામાં આવ્યું

કેદારનાથ મંદિર ઉત્તરાખંડ રાજ્યનાં રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. કેદારનાથ ધામ અસંખ્કય ભક્તોની આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. પુરાણો અનુસાર ભગવાન શિવ ધરતીનાં કલ્યાણ હેતુ ૧૨ સ્થાનો પર પ્રક્ટ થયા હતાં. તેમણે જ ૧૨ જ્યોતિર્લિંગનાં રૂપમાં પૂજવામાં આવે છે. ભગવાન શિવનાં ૧૨ જ્યોતિર્લિંગમાંથી એક કેદારનાથ પણ છે. સાથે જ તે પવિત્ર ચાર ધામોમાંથી એક છે. દર વર્ષે ભક્ત ભગવાન શિવનાં દર્શન માટે આ પવિત્ર સ્થળની યાત્રા માટે જાય છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવની કૃપા આ મંદિર અને અહીં દર્શન કરવા આવતા ભક્તો પર બની રહે છે. માન્યતા છે કે, આ પવિત્ર મંદિર મહાભારતનાં પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું છે. બાદમાં ૮મી શતાબ્દીમાં આદિ ગુરુ શંક્રાચાર્ય દ્વારા તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. ભગવાન શિવનાં ઉગ્ર અવતાર છે તેનાં સંરક્ષક- એવું માનવામા આવે છે કે, જે ભક્ત કેદારનાથ મંદિરનાં દર્શન માટે આવે છે તેમને ભૈરવ બાબાનાં મંદિરમાં દર્શન કરવાં જવું પણ જરુરી છે. તેનાંથી બાબા પ્રસન્ન થાય છે. માન્યતા છે કે, કેદારનાત મંદીરની રક્ષા ભૈરવનાથજી કરે છે. તેમને મંદિરનાં સંરક્ષક માનવામાં આવે છે. ભૈરવ નાથનાં મંદિર કેદારનાથનાં મુખ્ય મંદિરની પાસે સ્થિત છે. તે ભગવાન શિવનો ઉગ્ર અવતાર માનવામાં આવે છે. ભવ્ય છે કેદારનાથ મંદિર-કેદારનાથ મંદિર ૬ ફીટ ઉંચા ચૌકોર ચબુતરા પર બનાવવામાં આવ્યું છે. તેનાં બાહરી પ્રાંગણમાં નંદી બળદ વાહનનાં રૂપમાં વિરાજમાન છે. આ મંદિરની દિવાલ આશરે ૧૨ ફૂટ મોટી છે. અને આ મજબૂત પથ્થરથી બનાવવામાં આવ્યું છે. આ વાત આશ્ચર્ય પમાડતી છે કે આટલા ભારે પથ્થર આટલી ઉંચાઇ પર લાવવામાં આવ્યા હશે અને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હશે. બાદા કેદારનાથનું આ ધામ કાત્યુહરી શૈલીમાં બનેલું છે. તો આ મંદીરની છત લાકડાની બનેલી છે. અને તેનાં શીખર પર સોનાનું કળશ રાખવામાં આવ્યું છે. આ મંદીર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. કેદારનાથ ધામ અંગે ઘણી કથાઓ પ્રચલીત છે. માનવામાં આવે છે કે, આ સ્થાન પર પાંડવોએ પણ ભગવાન શીવનાં એક મંદિરનું નિર્માણ કર્યુ છે. કહેવાય છે કે, આ બાદ આ મંદિરનું નિર્માણ આદિ ગુરુ શંકરાચાર્યએ દસમી સદીમાં કર્યું હતું. માન્યતા છે કે, કેદારનાથમાં જે તીર્થ યાત્રીઓ આવે છે , તેમને સ્વર્ગની પ્રાપ્તી થાય છે. અને તે તેમનાં તમામ પાપોથી મુક્ત થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here