કેગનો ખુલાસોઃ રેલ્વે પોતાની આર્થિક સ્થિતિ સારી દેખાડવા ખોટા આંકડા જાહેર કર્યા..!

0
22
Share
Share

રેલવેએ વર્ષ ૨૦૧૮-૧૯માં ઓપરેટિંગ રેશિયો ૯૭.૨૭ દેખાડ્યો છે,જ્યારે લક્ષ્ય ઓપરેટિંગ રેશિયો ૯૨.૮ રાખ્યો હતો

ન્યુ દિલ્હી,તા.૨૪

CAGએ રેલવેની આર્થિક પરિસ્થિતિ સાથે જોડાયેલ એક રિપોર્ટ સંસદમાં રજૂ કરી હતી. જેમાં CAGએ રેલવેની આર્થિક દશા પર ચિંતા વ્યક્ત કરી છે. CAGએ કહ્યું કે, રેલવે પોતાની આર્થિક સ્થિતિને સારી દેખાડવા માટે ભવિષ્યની કમાણીને પોતાના ખાતામાં જોડીને દેખાડી રહી છે. સાથે જ સંસદમાં રજૂ કરેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રેલવેએ વર્ષ ૨૦૧૮-૧૯માં ઓપરેટિંગ રેશિયો ૯૭.૨૭ દેખાડ્યો છે, જ્યારે લક્ષ્ય ઓપરેટિંગ રેશિયો ૯૨.૮ રાખ્યો હતો.

રેલવેએ આંકડાની માયાજાળ કરતાં NTPCઅને CONCORથી ભવિષ્યમાં મળનાર ૮૩૫૧ કરોડ રૂપિયાના માલ ભાડાને પણ પોતાના ખાતામાં દર્શાવી દીધા હતા. અને આ રીતે રેલવેએ પોતાની કમાણી વધારે દેખાડી હતી. એટલું જ નહીં કમાણીના આંકડાઓને ખોટી રીતે રજૂ કરીને રેલવેએ પોતાનો નફો ૩૭૭૩.૮૬ કરોડ દેખાડ્યો હતો. જ્યારે હકીકતમાં આ વિત્ત વર્ષમાં તેનો ગ્રોથ નેગેટિવ છે. CAGએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, રેલવેએ જો સાચા આંકડા દર્શાવ્યા હોત તો તેને લગભગ ૭૩૩૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

જો આમ ખોટા આંકડા રજૂ કરવામાં ન આવતાં તો વર્ષ ૨૦૧૮ માટે રેલવેનો ઓપરેટિંગ રેશિયો ૧૦૧.૭૭ રહેતો, એટલે કે રેલવેએ ૧૦૦ રૂપિયા કમાવવા માટે ૧૦૨ રૂપિયાનો ખર્ચ કર્યો. ઓપરેટિંગ રેશિયોના આધારે જ રેલવેની આર્થિક દશા સમજી શકાય છે. ગત ડિસેમ્બરમાં પણ કૈગે રજૂ કરેલ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષનો સૌથી ખરાબ ઓપરેટિંગ રેશિયો ૯૮.૪૪ છે.

CAGએ પોતાના રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે, રેલવેએ ૨૦૧૫-૧૬માં ન્ૈંઝ્ર પાસેથી ૫ વર્ષમાં ૧.૫ લાખ કરોડની લોન લેવાનો કરાર કર્યો હતો. આ રકમ ૨૦૧૫-૨૦૨૦ની વચ્ચે મળવાની હતી. પણ રેલવે ૨૦૧૫-૨૦૧૯ સુધીમાં ફક્ત ૧૬,૨૦૦ કરોડ રૂપિયા જ લઈ શક્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here