કૃષિ સુધારા બિલના વિરોધમાં ઊંઝા,મહેસાણા માર્કેટયાર્ડ સજ્જ બંધ રહ્યા

0
23
Share
Share

મહેસાણા,તા.૨૫

ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ કૃષિબિલનો પાંખો વિરોધ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં કૃષિ સુધારા બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઊંઝા, મહેસાણા સહિત તમામ માર્કેટયાર્ડ બંધ છે. બંધના એલાન વચ્ચે કડી માર્કેટયાર્ડ ચાલું છે. કૃષિ કાયદાના વિરોધમાં વેપારીઓએ પણ ઝંપલાવ્યું છે. અનાજની હરાજી બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. મહેસાણામાં માર્કેટયાર્ડ બંધ મામલે પોલીસ ખડકી દેવાઇ હતી.

માર્કેટયાર્ડમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ખેડુતોને લઇને ત્રણ કાયદાઓ સંસદમાં પસાર કર્યા છે.જેમાં એસેન્સિયલ કોમોડીટીઝ ( મેનેજમેન્ટ ) બિલ-૨૦૨૦, ફાર્મસ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ-૨૦૨૦ અને ધ ફાર્મર એગ્રીમેન્ટ ઓન પ્રાઇઝ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ-૨૦૨૦ નો સમાવેશ થાય છે. આ ત્રણેય બિલને લઇને દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here