કૃષિ સુધારણા બિલ-૨૦૨૦ મુદ્દે ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યો વિરોધ કાર્યક્રમ

0
26
Share
Share

અમદાવાદ,તા.૨૪

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા માત્ર જાહેરાતો જ કરવામાં આવે છે અને તેમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે તેનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવતું નથી. કોંગ્રેસ પક્ષ કોઇપણ વ્યકિતને જમીન સુધારણા બિલ માટે ભ્રમિત કરી રહ્યો નથી.

સાતવે વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ સુધારણા બિલનો વિરોધ કરવા પાછળ અનેક કારણ છે. સરકારના સહયોગી દળ પણ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ બિલથી ખેડૂતોને નુકસાન થશે, જ્યારે ઉદ્યોગપતિઓને ફાયદો થશે. જેથી અગામી સમયમાં આંદોલનની ચીમકી રાજીવ સાતવે ઉચ્ચારી હતી.આ બિલ અંગે વિરોધ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, બિલથી ખેડૂતોનું અસ્તિત્વ જોખમમાં મૂકાશે. કૉન્સ્ટ્રક (એકજૂથ) પદ્ધતિ અંતર્ગત ખેતી કરવાથી ખેડૂતો ખેત મજૂરો બની જશે. સરકાર પણ  (ન્યૂનતમ ભાવ) આપવાની વાતથી હવે પાછી જઈ રહી છે. જેથી ખેડૂતો માટે આગામી સમયમાં કોંગ્રેસ રોડ પર ઉતરશે.

બિલના વિરોધમાં કોંગ્રેસના કાર્યક્રમ

૨૬ સપ્ટેમ્બરઃ ગુજરાતના તમામ ખેડૂતોને સાથે રાખી ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં ‘સ્પીક ફૉર ફાર્મ્સ’નું અભિયાન ચલાવશે

૨૮ સપ્ટેમ્બરઃ ગાંધીનગરથી આવેદન લઈને ગર્વનર હાઉસ સુધી કૂચ કરવામાં આવશે

૦૨ ઓક્ટોબરઃ ગાંધી જયંતિ નિમિતે તાલુકા કક્ષાએ રેલી અને ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here