કૃષિ બિલ અને શ્રમજીવી ખરડાનો વિરોધ લાંબો ચાલશે કે શું……?

0
29
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે સરકારે એક પછી એક એવા નિર્ણયો લીધા છે કે દેશની લોકશાહી અંધકાર તરફ જવા લાગી છે… આમ પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે, કરોડો લોકો બેરોજગાર બની ગયા છે, દેશમાં મંદી ફરી વળી છે. તેમાં તાજેતરમાં ખેડૂત બિલે વધુ એક મોટો ઝટકો ખેડૂતોને આપી દીધો છે. તો શ્રમજીવી ખરડાએ મજૂરોને- નોકરિયાતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. જોકે ઉદ્યોગ જગત અને વ્યાપાર જગતમાં ભારે ખુશી વ્યાપી ગઈ છે. કારણકે ઇન્સ્પેક્ટર રાજ ખતમ થઈ શકે…..! અને કદાચ મજૂરોની સુરક્ષા માટેનું વિવિધ તંત્ર પણ નહીં રહે…. તેવી સ્થિતિ બની ગઈ છે. તેવુ ખેડૂત સંગઠનો, વિવિધ મજૂર સંગઠનો,નોકરિયાત યુનિયનો અને સંઘોમાં ચર્ચાસ્પદ બનવા સાથે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.  ખેડૂતોનો વિરોધ કૃષિ બિલો સામે વધતો ચાલ્યો છે અને ખેડૂતોનુ આંદોલન ચોથા દિવસમાં પ્રવેશી ગયું છે. જેમાં ખેડૂતોના આંદોલનમાં ૧૪ જેટલા વિરોધ પક્ષો પણ તેમના ટેકામાં આવી ગયા છે. આંધ્ર, કર્ણાટક રાજ્ય પછી હવે પંજાબ હરિયાણા મજૂર યૉનિયનો પણ ખેડૂતોના આંદોલનમાં જોડાવા લાગ્યા છે. એટલે ધીરી ગતિએ પણ મક્કમતા થી દેશભરમાં ખેડૂત અને મજૂર બિલ સામે આંદોલન શરૂ થઈ જશે તેવી સંભાવના વધી પડી છે…..! જોકે ગુજરાત રાજ્યે પાકમાં થયેલ નુકશાન માટે ખેડૂતોને મોટું પેકેજ જાહેર કર્યું છે. પરંતુ તેમાંય શરતોમાં પાણી પત્રકમાં ખેડૂતનું નામ હોવું જરૂરી છે તેના કારણે નહિવત ખેડૂતોને લાભ મળવાની સંભાવના હોઈને ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો છે. ત્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોને શાંત કરવા ટેકાના ભાવથી વેપારી ખેડૂત પાસેથી અનાજ, કઠોળ વગેરે ખરીદી શકે તે માટે જેડીયુ નો ઉપયોગ કરવાનો ખેલ ” ખેડૂત ખરડાનો વિરોધ” કરવાનું નાટક કરાવી દીધું હોવાની ચર્ચા ખેડૂત તેમજ રાજકીય પક્ષોમાં બની છે…. એટલે જેડીયુ ખેડૂતોમાં ભાગલા પડાવવામાં ફાવશે નહીં…..! તેમજ ભાજપાના સાથી પક્ષ અકાલી દળ કોઈપણ પ્રકારે ખેડૂત બિલનો  વિરોધ છોડી દેવાના પક્ષમાં નથી. તેમજ સરકારથી પણ છેડો ફાડી નાખ્યો છે…..?!

બિહાર સહિત જે તે રાજ્યોમાં ખાલી પડેલ વિધાનસભા અને લોકસભા બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાવવાની જાહેરાત ચૂંટણી પંચ કરી દેવાની તૈયારીમાં છે. અને તે માટે ચૂંટણી પંચે તેમજ સરકાર પણ તૈયાર છે. ત્યારે આ ચૂંટણીઓ ભાજપા માટે અને તેના સાથી પક્ષો માટે એસિડ ટેસ્ટ સમાન છે. કારણ કે દેશમાં કોરોનાની મહામારી ગ્રામ્ય સ્તરે પહોંચી ગઈ છે. અને તે ગ્રામ્ય વિસ્તારોમાં મોટી હોસ્પિટલો જ નથી કે નથી કોરોનાની સારવારની વ્યવસ્થા…. પરિણામે ગ્રામ્ય કોરોના દર્દીને શહેરની હોસ્પિટલોમાં સારવાર માટે દોડવું પડે છે તેની અસર, ઉપરાંત કોરોનાને કારણે જે તે રાજ્યમાંથી રોજગારી છોડી આવેનારાઓએ  જે પરેશાની ભોગવી છે તેની અસરો, રોજગારી ઉપલબ્ધ નથી તેની અસર, તેમજ બિહાર રાજ્યમાં પૂર પિડીતોની બેહાલીએ લોકોને વિચલીત કરી દીધા છે….. ત્યારે ભાજપા અને નીતીશકુમાર બિહારમાં સુશાંતના મોતને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવી રહ્યો છે. આને પ્રજાકિય મૂળ તકલીફોને હડસેલી દીધી છે…..!  ત્યારે આમ પ્રજા હવે શું નિર્ણય કરશે તેના પર દેશભરના લોકોની નજર છે…..!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here