કૃષિ બિલના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન

0
20
Share
Share

૨૪થી ૨૬ સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે

ચંડીગઢ/ન્યુ દિલ્હી,તા.૨૪

સંસદમાં સરકારે ત્રણ કૃષિ બિલ પાસ કર્યા છે. તેના વિરુદ્ધમાં ખેડૂતો દ્વારા વિવિધ રાજ્યોમાં ભારત બંધનું એલાન આપ્યું છે. પંજાબ,હરિયાણા,દિલ્હી જેવા રાજ્યોમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સંસદના બન્ને ગૃહમાં કૃષિ સંલગ્ન ત્રણ બિલો પસાર કરવામાં આવ્યા હોવાથી તેના વિરોધમાં પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન શરૂ થઈ ગયું છે. ગુરુવારથી ત્રણ દિવસનું આ આંદોલન શરૂ કરાયું છે. ખેડૂતોના આક્રમક વલણને જોતા ફીરોઝપુર રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. આ

રેલવે સત્તાધીશોએ જણાવ્યું હતું કે ૨૪થી ૨૬ સપ્ટેમ્બર સુધી ૧૪ જેટલી સ્પેશ્યલ ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવેમાં મુસાફરી કરતા યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતા તેમજ જાહેર સંપત્તિને કોઈ મોટું નુકસાન ના પહોંચે તેને પગલે આ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

રેલવે દ્વારા ગોલ્ડન ટેમ્પલ મેઈલ (અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ), જન શતાબ્દી એક્સપ્રેસ (હરિદ્વાર-અમૃતસર), નવી દિલ્હી- જમ્મુ તાવી, કર્મભૂમિ (અમૃતસર-ન્યુ જલપાઈગુડી), સચખંડ એક્સપ્રેસ (નાંદેડ-અમૃતસર) અને શહીદ એક્સપ્રેસ (અમૃતસર-જયનગર)ને રદ કરવામાં આવી હોવાનું રેલવેએ જણાવ્યું હતું.

કોરોના મહામારીને પગલે રેલવેએ સામાન્ય પ્રવાસી ટ્રેનોનું સંચાલન અનિશ્ચિતકાળ સુધી બંધ રાખ્યું છે. તંત્ર દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

સૌપ્રથમ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ રેલ રોકો આંદોલનની જાહેરાત કરી હતી જેને બાદમાં તમામ ખેડૂત સંગઠનોએ સમર્થન આપ્યું હતું. ગુરુવારે ભારતીય કિસાન સંઘના કાર્યકરોએ બરનાલા અને સંગરુપ ખાતે સવારમાં રેલવે ટ્રેક પર બેસીનો વિરોધ કર્યો હતો. દરમિયાન કિસાન મજજૂર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ અમૃતસરના દેવીદાસપુર અને ફીરોઝપુરના બસ્તી ટંકાવાલા ખાતે પણ રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

સમિતિના અધ્યક્ષ સતનામ સિંહ પન્નુએ જણાવ્યું કે અમે તમામ વિપક્ષ રાજકીય પક્ષો, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને પણ ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં જોડાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે અમે ભાજપના નેતાઓનો ઘેરાવ કરીશું તેમજ જે સાંસદે ખેડૂત બિલના સમર્થનમાં મત આપ્યો હશે તેમનો બહિષ્કાર પણ કરીશું.

રાજ્યસભામાં રવિવારે અને સોમવારે મળીને ત્રણ કૃષિ સંલગ્ન બિલો પસાર કરવામાં આવ્યા હતા. આ બિલોને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળે છે. વિપક્ષ દળોના વિરોધ વચ્ચે આ બિલો પસાર કરવામાં આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here