કૃષિ કાયદા પરત લેવામાં આવશે નહીં : કૃષિ મંત્રી તોમર

0
18
Share
Share

કૃષિ મંત્રીએ કહ્યું, ક્યાંય કોઈ ભીડ ભેગી થઈ જાય અને કહી દે કે કાયદો બદલાવી નાખો તો તેમ થઈ શકે નહીં

ગ્વાલિયર,તા.૨૨

કૃષિ કાયદાને ખતમ કરવાની કેન્દ્ર સરકારે એકવાર ફરી ના પાડી છે. પીએમ મોદી સરકારમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ રવિવારે કહ્યુ કે, કિસાન યુનિયન પોતાની સમસ્યા જણાવે તો સરકાર કૃષિ કાયદામાં સંશોધન કરવા તૈયાર છે. કૃષિ મંત્રીએ તે પણ કહ્યું કે, સરકાર કોઈપણ સમયે જરૂરી સંશોધન પર ચર્ચા કરવા તૈયાર છે.  કૃષિ મંત્રીએ કહ્યુ, ક્યાંય કોઈ ભીડ ભેગી થઈ જાય અને કહી દે કે કાયદો બદલાવી નાખો તો તેમ નહીં થાય. તોમરે કહ્યુ કે, વાતચીતનો નિર્ણય ત્યારે થાય છે, જ્યારે કોઈ જણાવે કે કાયદામાં શું સમસ્યા છે. અમે પણ જાણવા ઈચ્છીએ છીએ કે કાયદામાં કિસાનની વિરુદ્ધ શું છે, એ તો કોઈ જણાવે. એવુ થોડુ થાય કે ભીડ ભેગી થઈ જાય અને કહી દે કે કાયદો હટાવી દો, એમ ન થાય. તોમરે કહ્યું કે, સરકાર ખુદ સમજવા ઈચ્છે છે કે ખામીમાં સંશોધન માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી પણ કહી ચુક્યા છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ કિસાન નેતા પોતાની માંગો પર અડીગ છે. ગાઝીપુર અને સિંધુ બોર્ડર પર કિસાન નેતાઓની બેઠક જારી છે. આ સાથે ગરમીમાં પણ આંદોલન કઈ રીતે આગળ વધારવુ તેનો પ્લાન કિસાનો કરી ચુક્યા છે. ગરમીથી બચવા અહીં એસી અને કૂલરની વ્યવસ્થા થઈ રહી છે. ટેન્ટની સુવિધાઓ વધારવાની તૈયારી છે. કિસાન સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર કાયદો પરત લેશે નહીં, ત્યાં સુધી આંદોલન સમાપ્ત થવાનું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here