(જી.એન.એસ,હર્ષદ કામદાર)
દેશમાં કોરોના કેસો દિવસે દિવસે ઘટવા સાથે ૧ કરોડ ઉપરાંત કોરોના દર્દીઓ સાજા થઈ ગયા છે. બીજી તરફ દેશભરમાં કોરોના રસી આપવા કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોએ રસી આપવા માટેની જરૂરી તમામ તૈયારીઓ કરી લીધી છે. કેટલાક રાજ્યમાં ટ્રાયલ બેઝ પર રસી આપવામાં આવી રહી છે અને આવા સમયે રાજકીય ક્ષેત્રે કોરોના રસી બાબતે ધમાસણ ચાલવા સાથે નવા કૃષિ કાનુન રદ કરવા માટેના આંદોલનને તોડી પાડવા કોરોનાની દહેશત બતાવવામાં આવી રહી છે તે બાબતમા પણ ધેરા પ્રત્યાઘાતો પડયા છે.કોરોનાએ દેશભરમાં દરેક ક્ષેત્રોને જે નુકસાન પહોંચાડયું છે તે અધધ….. છે… તેમાં સૌથી વધુ સહન કરવાનું મધ્યમવર્ગ, શ્રમજીવી વર્ગ અને ગરીબોના ભાગે આવ્યું છે. જેમાં એક ઘટનામાં વિદેશમાંથી ભારતમાં આવી પહોંચેલાઓમાં સૌથી વધુ લોકો કેરળ રાજ્યના છે. જેઓ વિદેશોમા નોકરી- વ્યવસાય કરતા ૮.૪૩ લાખ લોકો દેશમાં પરત ફર્યા છે જેમાંથી ૫.૫૨ લાખ લોકોએ નોકરી ગુમાવી છે. કોરોનાને નાથવા ભારત સહિત વિશ્વનાં અન્ય દેશોમાં વિવિધ વેક્સિન નોંધાવા સાથે વિદેશોમાં રસી આપવાનો શરૂ થઈ ગયું છે. જ્યારે ભારતમાં પણ બે રસી સફળ રહી હોવાના દાવા થયા છે .કેટલાક રાજ્યમા રસી આપવાનુ ટ્રાયલ બેઝ પર શરૂ થયું છે. તો આગામી ૧૪ મી જાન્યુઆરીથી દેશભરમાં મોટાપાયે વેક્સિન આપવાનું શરૂ થનાર છે. ત્યારે લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે લોકોમાં રસી અંગે પ્રવર્તી રહેલી શંકાઓને લઈને વૃંદાવન બાંકે બિહારીના દર્શન કરવા આવેલા ત્યારે પત્રકારોને જણાવ્યું કે લોકોને કોરોનાવાયરસ લેવા માટે સારો સંદેશો આપવા માટે ખુદ વડાપ્રધાન મોદીજીએ રસી લેવી જોઈએ…. ત્યારબાદ હું રસી લઈશ અને મારા પિતા પણ રસી લેશે…. જ્યારે કે દેશમાં આજે અનેકોમાં રસી બાબતે શંકાઓ ફરી વળેલુ છે….!
દેશમાં ચાલી રહેલા કૃષિ કાનૂન રદ કરવાના ખેડૂતોના આંદોલનમાં લાખો ખેડૂતો સમગ્ર દિલ્હી રાજ્યની બોર્ડરો પર શાંતિથી આંદોલન ચલાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર સાથે ૧૦ બેઠકો થઇ છતાં કોઈ જ પરિણામ આવ્યા નથી. તો સરકારે નવા કરષિ કાનુન પરત ખેંચવામાં નહીં આવે તેવું સ્પષ્ટ કહી દીધું છે…. તો ખેડૂતો નવા ત્રણેય કૃષિ કાનુનો પરત ખેંચવા અડી ગયા છે. જોકે સરકારે ખેડૂતોને સુપ્રીમમાં જવા કહી દીધું છે… ત્યારે ખેડૂતો કોર્ટમાં જવા પણ તૈયાર નથી. થોડા દિવસ પહેલાં ખેડૂત આંદોલનને કારણે કોરોના ફેલાવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે કે ખેડૂત આંદોલનથી કોરોના દૂર રહ્યો છે અને એક પણ ખેડૂત કોરોનાની ચપેટમાં આવ્યો નથી.અને આવા સમયમાજ સુપ્રીમમાં કેટલીક અરજીઓ દાખલ થયેલ જેમા સુપ્રીમ કોર્ટ કહ્યુ કે સરકાર તરફથી કોઇ જોઈતા પ્રયાસો થયા નથી….તે સાથે એવું પણ કહ્યુ કે આંદોલનના કારણે કોલાનાં ફેલાવાની શક્યતા છે… અને આ બાબત સરકારે પકડી લીધી છે જે બહાને ખેડૂત આંદોલન વિખેરી શકાય…. પરંતુ જે રીતે ખેડૂતો કૃષિ કાનુન રદ કરવા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે શાંતિથી આંદોલન ચલાવી રહ્યા છે અને સરકારને પણ કહી દીધું છે કે કૃષિ કાનુનો રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે… મરેગે યા જીતેગે…. બીજી તરફ લાલુ પુત્ર તેજ પ્રતાપે કહ્યું કે કૃષિ કાનુન ખેડુતોને મજૂર બનાવી દેવા માટેનો છે… આ કાયદાથી મોટા ઉદ્યોગ-ધંધાર્થીઓ ખેતી ઉપર કબજો કરી લેશે, સરકારે ખેડૂતોના હિતમાં કામ કરવું જોઈએ પણ આ સરકાર નથી કરતી… તો રાહુલ ગાંધીએ આંદોલનને સમર્થન આપતાં કહ્યું છે તે સરકારની નીતિ સાફ નથી અને ખેડૂતોને તારીખ પર તારીખ આપ્યા કરે છે. આખરે ખેડૂત પ્રશ્ને કોઈ નિવેડો ન આવતા ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહને વડાપ્રધાને ખેડૂત આંદોલન માટેની દોર સોપી દીધી છે… જોઈએ હવે આગળ શું પરિણામ આવે છે…..!