કૃણાલ ખેમુએ, કહ્યું- મેદાન બરાબર આપો તો છલાંગ અમે પણ લાંબી લગાવી શકીએ છીએ

0
7
Share
Share

મુંબઈ,તા.૩૦

બોલીવુડ અભિનેતા વિદ્યુત જામવાલ બાદ કુણાલ ખેમૂ પણ ડિઝની પ્લસ હૉટસ્ટારની પ્રેસ કૉન્ફરન્સનું આમંત્રણ ના મળવાનાં કારણે ભડકી ઉઠ્યો છે. સોમવારનાં બોલીવુડની ૭ મોટી ફિલ્મોને મોબાઇલ પર રીલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, આ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અક્ષય કુમાર, અજય દેવગણ, અભિષેક બચ્ચન, આલિયા ભટ્ટ અને વરૂણ ધવન સામેલ થયા, પરંતુ આમાં કુણાલ ખેમૂને સામેલ કરવામાં ના આવ્યો, જ્યારે રીલીઝ થનારી આ ૭ ફિલ્મોમાં એક ફિલ્મ ‘લૂટકેસ’ તેમની છે.

આ વાતથી નારાજ કુણાલ ખેમૂએ એક ટ્‌વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે ટ્‌વીટ કરીને લખ્યું કે, ‘ઇજ્જત અને પ્રેમ મંગાય નહીં, પરંતુ કમાવાય. કોઈ ના આપે તો તેનાથી આપણે નાના નથી થઈ જતા. બસ, રમવા માટે મેદાન બરાબર આપી દો, છલાંગ અમે પણ લાંબી લગાવી શકીએ છીએ. કુણાલ ખેમૂ પહેલા વિદ્યુત જામવાલે આ પ્રેસ કૉન્ફરન્સ પર પ્રશ્નો ઉભા કર્યા હતા.

વિદ્યુત જામવાલની ફિલ્મ ખૂદા હાફિઝ પણ આ ૭ ફિલ્મોમાં સામેલ છે. તેણે ટ્‌વીટ કરીને લખ્યું કે, ‘ખરી રીતે આ એક મોટી જાહેરાત છે. ૭ ફિલ્મો રીલીઝની લાઇનમાં છે, પરંતુ ફક્ત ૫ ફિલ્મોને જ પ્રતિનિધિત્વ કરવા લાયક ગણાઈ. ૨ ફિલ્મોને ના આનું આમંત્રણ મળ્યું કે ના સૂચના. રસ્તો હજુ ઘણો લાંબો છે. ચક્ર ચાલતું રહે છે. પ્રેસ કૉન્ફરન્સમાં અક્ષય કુમારે પોતાની ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’, અજય દેવગણે પોતાની ફિલ્મ ભૂજ, આલિયા ભટ્ટે પોતાની ફિલ્મ ‘સડક-૨’ અને અભિષેક બચ્ચને પોતાની ફિલ્મ ‘બિગ બુલ’ની જાણકારી આપી હતી.

ભારતમાં ડિઝની ઇન્ડિયાનાં પ્રમુખ ઉદય શંકરે અહીં જણાવ્યું કે, સાતેય ફિલ્મો ૨૪ જુલાઈથી લઇને ઑક્ટોબર સુધી ઓટીટી પર રીલીઝ થઈ રહી છે. ફિલ્મોને નાના શહેરો અને કસબાઓ સુધી પહોંચાડવા માટેની રણનીતિ બનાવવા માટેની જાણકારી પણ તેમણે આપી. આ ૪ ફિલ્મો ઉપરાંત રીલીઝ થનારી ફિલ્મોમાં ‘દિલ બેચારા’, ‘લૂટકેસ’ અને ‘ખુદા હાફિઝ’ સામેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here