કૂલભૂષણ જાધવનો કીડનેપર આતંકવાદી માર્યો ગયો

0
26
Share
Share

પાકિસ્તાનમાં રિપોર્ટ પ્રગટ થતાં પાકિસ્તાન ખુલ્લું પડ્યું

ન્યુ દિલ્હી,તા.૧૯

ભારતીય નાગરિક કૂલભૂષણ જાધવનું અપહરણ કરીને એને પાકિસ્તાની લશ્કરને સોંપનારો આતંકવાદી મુલ્લા ઉમર ઇરાની બલુચિસ્તાનમાં ઠાર થયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. ખુદ પાકિસ્તાની પોલીસે બલુચિસ્તાનના તુર્બત વિસ્તારમાં મુલ્લા ઉમર ઇરાની અને એના બે પુત્રોને ઠાર કર્યા હતા. આ આતંકવાદી લશ્કર-એ-તૈયબ, લશ્કર-એ-કુરુસન અને ઉલ-અદલ જેવી આતંકવાદી સંસ્થાઓનો હાઇ પ્રોફાઇલ મદદગાર ગણાતો હતો. ઇરાનમાં એ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં મોખરે હતો. ઇરાનના વિદેશ પ્રધાન જાવેદ ઝરીફ અને પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ બાજવા વચ્ચેની બેઠકના પગલે મુલ્લા ઉમર ઇરાનીનું મોત નક્કી થયું હતું. આમ તો એ પાકિસ્તાની લશ્કર અને આઇએસઆઇની ગૂડ બુકમાં હતો.  એણે સંખ્યાબંધ ઇરાની સૈનિકોની હત્યા કરી હતી. એટલે ઇરાનમાં એ મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતો. તાજેતરમાં ઇરાની વિદેશ પ્રધાન જાદેવ ઝરીફ અને જનરલ બાજવા વચ્ચે યોજાએલી બેઠકમાં જાવેદે ભારપૂર્વક મુલ્લા ઉમર ઇરાનીની માગણી કરી હતી. પરંતુ મુલ્લા પાકિસ્તાનના ઘણા રહસ્યો જાણતો હતો એટલે એને જીવતો સોંપવાને બદલે જનરલ બાજવાએ એને એન્કાઉન્ટરમાં પતાવી દેવાનો નિર્ણય કર્યો હતો. એ ઠાર થયાના અહેવાલો પાકિસ્તાની મિડિયામાં પ્રગટ થયા હતા. એને લઇને ખુદ પાકિસ્તાન ખુલ્લું પડી ગયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here