કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના વિભાજન સાથે નવુ એરપોટર્ પોલીસ સ્ટેશન શરુ

0
35
Share
Share

રાજકોટ, તા.૩

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, રાજકોટ શહેર દ્વારા રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન નું વિભાજન કરી નવુ એરપોટર્ પોલીસ સ્ટેશન શરુ કરવાની મંજૂરી આપવામાં આવી હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ નક્કી કરવામાં આવેલ બન્ને પોલીસ સ્ટેશન દિવસ તા. ૨૧-૧-૨૦૨૦ ના ૦૦ઃ૦૦ કલાકથી અમલમાં આવે તે રીતે જાહેર કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના અન્ય સ્ટેશનના હદ વિસ્તાર યથાવત રહેશે.

ફક્ત કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હાલના વિભાજન કરી નવેસરથી જણાવેલ વિગત અનુસાર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન તથા નવા એરપોટર્ પોલીસ સ્ટેશનની હદ નક્કી કરવામાં આવેલ છે.

જે મુજબ રાજકોટ શહેર ઉત્તર વિભાગ એરપોટર્ પોલીસ સ્ટેશનમાં બેટી, રામપરા, હીરાસર, મેસવાડા, પારેવાડા, બેડલા, સાંકડા, વાંકવડ, ખેરવા, કુચીયાદળ, જીવાપર, ગુંદાળા, બામણબોર, નવાગામ, ગારીડા, સૂર્યા રામપરા સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ સાથે  બામણબોર પોલીસ ચોકી તેમજ બેડલા પોલીસ ચોકીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

જ્યારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં આણંદપર, રતનપર, ગૌરીદડ, માલયાસણ, ખોરાણા, સોખડા, જાળીયા, અમરગઢ, બેડી, રાજગઢ, હડમતીયા, રફાળા, કુવાડવા, ધમલપર, ખેરડી, મગરવાડા, હાજાપર, નાકરાવાળી, ખીજડીયા, તરઘડીયા, ગુંદા, નાગલપર, રાણપુર, સણોસરા, કોઠારીયા, આનંદપર, હડાળા, બેડી,  વિજયનગર સહિતના વિસ્તારને આવરી લેવામાં આવેલ છે. તેમજ નવાગામ બીટ,  બેડી પોલીસ ચોકી અને કુવાડવા પોલીસ ચોકીનો વિસ્તાર કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં સામેલ કરવામાં આવેલ છે.

એરપોટર્ પોલીસ સ્ટેશનનું સુપરવિઝન નાયબ પોલીસ કમિશનર ઝોન-વન, તથા મદદનીશ પોલીસ કમિશનર ઉત્તર વિભાગ પાસે રહેશે. ઉપરોક્ત હદ વિસ્તાર વાળું એરપોટર્ પોલીસ સ્ટેશન હંગામી ધોરણે બામણબોર પોલીસ ચોકીના બિલ્ડીંગ ખાતે કાર્યરત કરવામાં આવ્યાનું ઉપરોક્ત જાહેરનામામાં જણાવાયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here