કુવાડવા : ન્હાવા જતા ડુબી જતા બાળકીનું મોત

0
18
Share
Share

રાજકોટ, તા.૧૫

કુવાડવા જીઆઈડીસી નજીક રહેતી જયોતી મનજીભાઈ રાઠોડ (ઉ.વ.૧૨) તેજ વિસ્તારમાં આવેલી પાણીની ખાણમાં તેની બે બહેનો સાથે કપડા ધોવા ગયા બાદ ન્હાતી વખતે ડુબી જતા તેનું મોત નિપજ્યું હતુ. ચારેક દિવસ બાદ મોટી બહેનના લગ્ન હોવાથી પરિવારના તમામ સભ્યો આવ્યા હતા. ન્હાતી વેળાએ બહેનની નજર સમક્ષ જ બહેન ડુબી જતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

જ્યારે કુવાડવા રોડ પર લાલપરી શેરી નં.૧ માં રહેતી અફસનાબેન હમીદ ભટી (ઉ.વ.૨૮) નામની યુવતી ઘરે કપડા ધોતી હતી ત્યારે નળ આવતા પાણીની મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગતા બેભાન થઈ ઢળી પડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

કુવાડવા : ધમલપર ગામ નજીક બે બાઈક અથડાતા પ્રૌઢનું મોત

કુવાડવા રોડ પર આવેલા શુકલ પીપળીયાના જયંતિભાઈ સગ્રામ ચારોલા (ઉ.વ.૫૦) નામના કોળી પ્રૌઢનું બાઈક અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. જયંતિભાઈ સાંજે સાડા છએક વાગ્યે બાઈક હંકારી પીપળીયાથી ધમલપર કરિયાણુ ખરીદવા જઈ રહ્યા ત્યારે રસ્તામાં બીજા બાઈક સાથે અકસ્માત સર્જાતા તેમને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે રાજકોટની ત્રણ જુદી-જુદી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ છેલ્લે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

મૃત્યુ પામનાર જયંતિભાઈ ત્રણ ભાઈ અને એક બહેનમાં મોટા હતા. સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે ખેતી કરવા સાથે કરિયાણાની દુકાન પણ ચલાવતા હોઈ દુકાનનો માલ લેવા માટે ઘરેથી નીકળ્યા હતા અને રસ્તામાં આ બનાવ બન્યો હતો. કુવાડવા રોડ પોલીસ વધુ તપાસ કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here