કુવાડવા ગામ નજીકથી દેશી રિવોલ્વર તથા ૪ કાર્તુસ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

0
12
Share
Share

રાજકોટ તા. ૧૬

કુવાડવા ગામ પાસે વાંકાનેર ચોકડી નજીક હથિયારની ડીલેવરી થતી હોવાની ચોકકસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીઆઇ તરીકે ગઢવી ની સૂચનાથી પીએસઆઇ રબારી એએસઆઇ જયુભા જમાદાર પ્રતાપસિંહ એબલભાઇ સહિતના સ્ટાફે વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સોને અટકાવી પુછપરછ કરતા જમીન-મકાનની દલાલીનું કામ કરતો ધારા ઝાલા રાતડીયા રહે. વાંકાનેર દિગ્વિજય નગર તથા તેનો મિત્ર ઉર્ફે મેરૂ હોગા બાંભવા રહે. સેટેલાઇટ ચોક મોરબી રોડ હોવાનું જણાવતાં પોલીસે તલાસી લેતા તારા પાસેથી દેશી બનાવટની રિવોલ્વર તથા સાગવર મેહુલ પાસેથી જીવતા ૪ કારતુસ મળી આવતા પોલીસે બંનેની અટકાયત કરી પુછપરછ કરતા આખ્યાત મોરબીનું નામચીન શખ્સ મુન્નો  મનીષ પ્રશાંત રાવત ડીલેવરી આપી ગયા જાવતા પોલીસે નવાગામ પાસેથી નામચીન શખ્સ મુન્નો ઉર્ફે મનીષ ને ઝડપી લઇ આખરી ઉપર હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછમાં ધારા ભરવાડને હથિયારની જરૂર હોય મોરબીનો નામચીન શખ્સ મુન્નો હથિયાર આપવા આવ્યો હોવાની કબૂલાતના આધારે પોલીસે આ કયાંથી આવ્યું તે સહિતની પૂછપરછ કરી તેની પાસેથી દેશી ચાર જીવતા કારતૂસ એક બાઇક સહિતની મતા કબજે કરી કોરોના કેસ બાદ ત્રણેય શખ્સોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here